ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું મોત, ‘ગ્રીવા’ સિંહણ હવે એકલી પડી
- ઇન્દ્રોડા પાર્કમાં સિંહ-સિંહણની જોડી તુટી ગઇ
- સામાન્ય રીતે સિંહ 12થી 14 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે
- ઇન્દ્રોડા પાર્કનો ‘સૂત્રા’ સિંહ 16 વર્ષ જીવ્યો હતો
ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું મોત થયુ છે. જેમાં પેનલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થાના કારણે 16 વર્ષની ઉંમરે સિંહનું મોત થયું છે. 5 વર્ષ પહેલાં જૂનાગઢથી આ સિંહને લવાયો હતો. જૂનાગઢ રેન્જના સુત્રાપાડાથી મળતા સુત્રા નામ રખાયુ હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા શહેરોમાં આવશે મેઘરાજાની સવારી
સામાન્ય રીતે સિંહ 12થી 14 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે
ગાંધીનગરના ઇંદ્રોડા પાર્કમાં અવસાન થયેલ સિંહના અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં પેનલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. યકૃતની બિમારીના કારણે 16 વર્ષના સુત્રા નામના સિંહનું ગઈકાલે મોત થયુ હતુ. ઇન્દ્રોડા પાર્કમાં સિંહ-સિંહણની જોડી તુટી ગઇ છે. જેમાં નવા સિંહ માટે માગણી કરાશે. ઉદ્યાનમાં ‘ગ્રીવા’ સિંહણ હવે એકલી પડી ગઈ છે. ગુરુવારે સવારે 6 વાગે ‘સૂત્રા’ નામના નર સિંહનું મૃત્યુ થયું હતું. સામાન્ય રીતે સિંહ 12થી 14 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે. જેની સામે ‘સૂત્રા’ સિંહ 16 વર્ષ જીવ્યો હતો.
છેલ્લા એકાદ વર્ષથી બીમાર રહેતા ‘સૂત્રા’ની લીવરની તકલીફ થઇ હતી
વર્ષ 2018થી ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં જીવન વિતાવી રહેલો ‘સૂત્રા’, મૂળે સૂત્રાપાડાથી તા. 17-10-2008ના રોજ રેસ્ક્યૂ કરાયેલો હોઈ તેનું નામ ‘સૂત્રા’ પાડવામાં આવ્યું હતું. જૂનાગઢના સક્કરબાગ ઝૂ સહિત વિવિધ જગ્યાએ એને રાખવામાં આવ્યો હતો. ઇન્દ્રોડા ગીર ફાઉન્ડેશનના ડિરેક્ટર આર.કે.સુગુરના જણાવ્યા પ્રમાણે છેલ્લા એકાદ વર્ષથી બીમાર રહેતા ‘સૂત્રા’ની લીવરની તકલીફ ગત ફેબ્રુઆરીમાં ધ્યાને આવ્યા બાદ એને સઘન સારવાર હેઠળ રખાયો હતો, પરંતુ ધીમે ધીમે લિવર કામ કરતું બંધ થતાં તેણે ખાવાનું છોડી દીધું હતું. સાથે હલનચલન પણ ઓછું કરી દીધું હતું. વચ્ચેવચ્ચે ક્યારેક એને હળવો ખોરાક આપવાનો પ્રયત્ન થતો, પણ મોટાભાગે એને પ્રવાહી ગ્લુકોઝ-વિટામિન્સ જ અપાતાં હતા. ગત 16 ઓગસ્ટે તેણે ત્રણ વાર ઊલટી કરી હતી અને એ પછી ગુરુવારે વહેલી સવારે એણે અંતિમ શ્વાસ લીધા હતા.