- છ વાગ્યાથી પ્રવાસીઓ જીપ્સી મારફત જંગલમાં સિંહ દર્શન માટે જઈ શકશે
- વધારો કરી દરરોજ કુલ 150 પરમીટો આપવામાં આવી રહી છે
- દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે સાસણમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે
ગુજરાતના સાસણ ગીરમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન શરૂ થયુ છે. જેમાં પરમીટમાં વધારો કરાયો છે. આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. ચોમાસાના ચાર માસ માટે ગીર અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ હતા, જે હવે આજ વહેલી સવારે 6 વાગ્યાથી સિંહ દર્શન માટે પ્રવાસીઓથી ધમધમતું થયુ છે. અને વધુ પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તે માટે વનવિભાગે પરમીટોમાં પણ વધારો કર્યો છે.
આ પણ વાંચો: અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી કેસના આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
છ વાગ્યાથી પ્રવાસીઓ જીપ્સી મારફત જંગલમાં સિંહ દર્શન માટે જઈ શકશે
દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને જંગલમાં વિચરતા સિંહ દર્શન માટે ચોક્કસ સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પડતું હોય છે. ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું. જે આજે તા. 16 ઓક્ટોબરથી વહેલી સવારના છ વાગ્યાથી પ્રવાસીઓ જીપ્સી મારફત જંગલમાં સિંહ દર્શન માટે જઈ શકશે. આ માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમીટો આપવામાં આવતી હતી. જે ગત વર્ષે દરરોજ ત્રણ ટીમની 90 પરમિટ આપવામાં આવતી હતી. જેમાં વધારો કરી દરરોજ કુલ 150 પરમીટો આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં ફરી બની ગ્રીષ્માકાંડ, પ્રેમીએ ચપ્પુથી પ્રેમિકાનું ગળું કાપવા પ્રયાસ કર્યો
દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે સાસણમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે
એશિયાટિક સિંહોનું આજથી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે આજથી એટલે કે 16 ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બર સુધી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમિટ બુકિંગ કરે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે. છેલ્લી સીઝનમાં રેકોર્ડ બ્રેક સાડા સાત લાખ પ્રવાસીઓએ સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે સાસણમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. ત્યારે પ્રશાસન તરફથી પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં આ વિસ્તારો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7 જીપ જપ્ત કરવામાં આવી
સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7 જીપ જપ્ત કરવામાં આવી છે. બાવળા આરટીઓ દ્વારા 7 નવી નક્કોર જીપ જપ્ત કરાઈ છે. જીપ મોડીફાઈ કરાઈ હોવાના કારણે જપ્ત કરવામાં આવી છે. RTOની પૂર્વ મંજૂરી વગર જીપના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરાયા હોવાથી વાહનો જપ્ત થયા છે. મોડીફાઇ કરાયેલા વાહનો મૂળ સ્વરૂપમાં થશે પછી જ વાહન છોડવામાં આવશે. લાખો રૂપિયાના 7 વાહનો બાવળા RTOમાં રાખવામાં આવ્યા છે.