અમરેલીનો ચોંકાવનારો કિસ્સો: નદીમાં પાણી ભરવા ગયેલા બાળકને સિંહ ખાઈ ગયો, પરિવાર શોધવા નીકળ્યો તો ખાલી માથું અને પગ મળ્યા


અમરેલી, 19 ફેબ્રુઆરી 2025: અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સિંહે બાળક પર હુમલો કરી દીધો અને બાળકને ખાઈ ગયો. જાણકારી અનુસાર, મધ્ય પ્રદેશનો એક પરિવાર અમરેલીના પનિયા ગામમાં ઝાડ કાપવાનું કામ કરતો હતો. આ દરમ્યાન તેમના ત્રણ બાળકો પાણી ભરવા માટે નદી પાસે ગયા હતા. આ દરમ્યાન અચાનક સિંહની ગર્જના સંભળાઈ, જેમાં બે બાળકો ભાગી ગયા, પણ એક બાળકને સિંહે દબોચી લીધો અને એટલું ભયંકર રીતે શિકાર કર્યો કે તેની બોડીના ટુકડા કરી નાખ્યા, જ્યારે પરિવાર આ બાળકને શોધવા માટે ગયો તો ખાલી માથું અને પગ તથા હાડકા મળ્યા હતા.
ગત ઓક્ટોબર મહિનામાં પણ અમરેલીના જિકાદ્રી ગામમાં એક પાંચ વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો અને મારી નાખ્યો હતો. ત્યાર બાદ સિંહના હુમલાની આ બીજી ઘટના છે. હાલમાં વન વિભાગે કહ્યું કે, અમરેલીની ઘટનાની અમને જાણકારી મળ્યા બાદ અમારી ટીમ 2 કલાકની અંદર સિંહનું રેસ્ક્યૂ કરી લીધું છે. રેસ્ક્યૂ બાદ સિંહને ક્રાંકચ એનીમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની તપાસ થશે.
મનુષ્ય પર હુમલાના કારણે તેનું પરીક્ષણ કરવામાં આવશે, જ્યાં સુધી તે ઠીક નહીં થાય ત્યાં સુધી તેને એનીમ કેર સેન્ટરમાં જ રાખવામાં આવશે. જે બાળકને સિંહ ખાઈ ગયો છે, તેનું નામ રાહુલ બારીયા હતું અને તે 7 વર્ષનો હતો. જાણકારી અનુસાર, બાળકના પિતા નારુ બારીયા અને અન્ય મજૂરો અમરેલીમાં ઝાડ કાપવાનું કામ કરતા હતાં.
અમરેલી સ્થિત સિંહોના આ વિસ્તારમાં મજૂર ઝૂંપડી બાંધીને રહેતા હતા. રાતના સમયે સિંહની ગર્જના છતાં તેઓ અહીં જ રહેતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારે સવારે રાહુલ બે અન્ય છોકરીઓ સાથે એક વાસણ લઈને પાણી ભરવા નદી પાસે ગયો હતો. આ દરમ્યાન નદી કિનારે એક સિંહે તેનો શિકાર કર્યો. જ્યારે બંને છોકરીઓ ભાગી ગઈ પણ સિંહે રાહુલને દબોચી લીધો અને તેના ટુકડા કરી નાખ્યા. પરિવારે રાહુલની શોધખોળ કરી તેનું માથું અને પગના હાડકા મળ્યા હતા.