અમદાવાદગુજરાત

અમદાવાદમાં પ્રથમવાર યોજાશે WWE જેવી ફાઇટ, દેશના 25 રેસલર્સ ભાગ લેશે

Text To Speech

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2024, ગુજરાતીઓએ અત્યાર સુધીમાં WWE શો માત્ર ટીવી પર જ જોયો છે. જ્યારે કુશ્તી જેવી સ્પર્ધા તો માત્ર ઉત્તર ભારતમાં યોજાતી હોય છે. પરંતુ હવે ગુજરાતમાં કુશ્તીની સ્પર્ધા યોજાશે. કુશ્તીબાજો એકબીજા સાથે ફાઈડ કરતા જોવા મળશે.WWE જેવી કુસ્તીની સ્પર્ધા અમદાવાદમાં પ્રથમ વખત યોજાવાની છે. અમદાવાદીઓ આ સ્પર્ધાના સાક્ષી બનશે.

ટિકિટની કિંમત 299 થી 4999 સુધીની છે
25 મી ફેબ્રુઆરીએ કર્ણાવતી ક્લબની સામે આવેલા આરએમ ફાર્મ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી અંદાજે 25 કુસ્તીબાજો ભાગ લેશે. અમદાવાદમાં આયોજિત થનારી આ સ્પર્ધાની આ 8મી સિઝન છે. આ કાર્યક્રમનું આયોજન શરૂઆતમાં પાલનપુરમાં 2019માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટણ, મહેસાણા અને વિસનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 10 હજારથી વધુ પ્રેક્ષકો આ સ્પર્ધામાં આવે તેવી શક્યતા છે. જેમાં ટિકિટની કિંમત 299 થી 4999 સુધીની છે.

આ ટુર્નામેન્ટમાં બે કેટેગરીમાં બેલ્ટ જોવા મળશે
આ કુસ્તી મેચમાં WWE જેવી જ હશે. જ્યાં ભારતીય કુશ્તીબાજો રિંગમાં મારામારી માટે ખુરશી અને સીડીનો ઉપયોગ કરશે. 18 બાય 18 ના માપમાં બનેલી રિંગમાં કુશ્તીબાજો વચ્ચે કુશ્તી થશે.WWE ની જેમ જ આ ટુર્નામેન્ટમાં બેલ્ટ આપવામાં આવશે, જેમાં સિંગલ્સ મેચ, ટેગ ટીમ મેચ અને રોયલ રમ્બલ ફોર્મેટ સહિત 7 થી વધુ બાઉટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં બે કેટેગરીમાં બેલ્ટ જોવા મળશે. નેશનલ હેવીવેઈટ ચેમ્પિયનશીપ અને વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશીપ. ભારતીય કુશ્તીબાજો અને સારી રીતે પ્રશિક્ષિત રેફરીને બોલાવવામાં આવ્યા છે. આ મેચમાં બે વર્કિંગ બેકસ્ટેજ સાથે ત્રણ રેફરી હશે.

આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું

Back to top button