‘પાંડવોની જેમ આપણે પણ પાડોશીઓની પસંદગીમાં લાચાર છીએ’! જાણો જયશંકરે કેમ મહાભારતનો ઉલ્લેખ કર્યો?
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે હાલ દેશ વિદેશોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના પુસ્તકના વિમોચનનો પ્રસંગે તેમને કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા. તેમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. વિદેશમંત્રી એક જયશંકરે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને નિવેદન આપ્યું હતુ જેમાં તેમને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જયશંકરે કહ્યું હતુ જે રીતે પાંડવો પોતાના સંબંધી પસંદ નહોતા કરી શકતા તેમ ભારત પણ પોતાના પોડાશી પસંદ નથી કરી શકતો.
ચીન-પાકિસ્તાન ભારત વિરુદ્ધ હંમેશા ષડયંત્ર રચતુ રહે છે : જયશંકર
એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિના વિમોચન પ્રસંગે જયશંકરને પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાકિસ્તાન પર ફરી એક વાર પ્રહાર કરતા જવોબો આપ્યા હતો અને કહ્યું હતુ કે ” જેમ પાંડવો પોતાના સંબંધીઓને પસંદ કરી શકતા નહોતા, તેવી જ રીતે ભારત પોતાના ભૌગોલિક પડોશીઓની પસંદગી કરી શકતું નથી. ભારતના મોટા પડોશી દેશો પાકિસ્તાન અને ચીન LAC અને LOC પર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા રહે છે. પાકિસ્તાની આતંકવાદે આપણા દેશને સૌથી વધુ નુકશાન પહોંચાડ્યું છે” વધુમાં જયશંકરે કહ્યું કે “પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે તમે તમારા મિત્રોને બદલી શકો છો, પરંતુ તમારા પડોશીઓ નહીં. તેઓ હંમેશા પડોશીઓ સાથે વધુ સારા સંબંધો ઈચ્છતા હતા પરંતુ બદલામાં તેમને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. અને આપણા પાડોશી દ્વારા આપવામાં આવેલા આ ખતરાથી ભારત જેટલું નુકસાન કોઈ દેશને થયું નથી
કૃષ્ણ અને હનુમાનજી સૌથી મોટા રાજદ્વારી હતા
પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, ‘ભારતના મહાન રાજદ્વારી શ્રી કૃષ્ણ અને હનુમાન હતા. ભગવાન હનુમાન મિશનથી આગળ વધી ગયા હતા. તેઓ બહુહેતુક રાજદ્વારી હતા.શ્રી કૃષ્ણ વ્યૂહાત્મક ધીરજનું ઉત્તમ ઉદાહરણ હતું. મહાભારતની વાર્તા નિયમો તોડનારાઓની વાર્તા છે. પાંડવોની પ્રતિષ્ઠા કૌરવો કરતા સારી હતી. વિપક્ષને આડે હાથ લેતા વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. એસ જયશંકરે રાહુલ ગાંધી અને ચીનના રાજદૂત વચ્ચેના કથિત સંપર્કના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે જો મારા વિચારમાં કોઈ ઉણપ હશે તો હું મારી સેના અથવા ગુપ્તચર સાથે વાત કરીશ. હું ચીનના રાજદૂતને ફોન કરીને મારા સમાચાર પૂછતો નથી.
આ પણ વાંચો : આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ, કિંમતો વધવાનો ડર