ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈરાકમાં શ્રીલંકા જેવી થઈ, પ્રદર્શનકારીઓએ સંસદ ભવન પર કર્યો કબ્જો

Text To Speech

શ્રીલંકામાં આજે કેવી પરિસ્થિતિ છે તે આપણે સૌ જોઇ જ રહ્યા છીએ. આ દેશ પૂરી રીતે બરબાદ થઇ ગયો છે. અહીના નેતાઓએ દેશને ઘણા વર્ષો પાછળ કરી દીધું છે. ત્યારે હવે આવી જ પરિસ્થિતિ દુનિયાના અન્ય એક દેશમાં પણ જોવા મળી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આવું તો પાકિસ્તાનમાં થયું હોઇ શકે છે પરંતુ જવાબ છે ના. હવે આવી જ પરિસ્થિતિ ઇરાકમાં જોવા મળી રહી છે.

ઇરાકમાં હવે શ્રીલંકા જેવા વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. સેંકડો ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ બુધવારે બગદાદમાં સંસદ ભવન પર હુમલો કર્યો. અલ જઝીરાના અહેવાલ મુજબ મોટાભાગના પ્રદર્શનકારીઓ ઇરાકી શિયા નેતા મુકતદા અલ-સદરના સમર્થક છે. પ્રદર્શનકારીઓ ઈરાન સમર્થિત પક્ષ દ્વારા વડાપ્રધાન માટે ભૂતપૂર્વ મંત્રી અને ભૂતપૂર્વ પ્રાંતીય ગવર્નર મોહમ્મદ શિયા અલ-સુદાનીની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, તે સમયે સંસદની અંદર માત્ર સુરક્ષાકર્મીઓ જ હાજર હતા અને તેઓ પ્રદર્શનકારીઓને સરળતાથી અંદર પ્રવેશવા દેતા હતા.

વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીએ પ્રદર્શનકારીઓને તાત્કાલિક ગ્રીન ઝોન છોડવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, સુરક્ષા દળોએ રાજ્યની સંસ્થાઓ અને વિદેશી મિશનની સુરક્ષા વ્યવસ્થાને કોઈ નુકસાન થતું અટકાવવું જોઈએ. મૌલવી અલ-સદરના જૂથે ઇરાકની ઓક્ટોબર 2021ની ચૂંટણીમાં 73 બેઠકો જીતી હતી, જે તેને 329 બેઠકોની સંસદમાં સૌથી મોટો જૂથ બનાવે છે. પરંતુ મતદાનથી, નવી સરકાર બનાવવાની વાટાઘાટો અટકી ગઈ છે અને અલ-સદર રાજકીય પ્રક્રિયામાંથી હટી ગયા છે.

ત્યારથી ઇરાકમાં પ્રદર્શન ચાલી રહ્યા છે, પરંતુ હવે આ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલો દેશની રાજધાની અને સંસદ સુધી પહોંચી ગયો છે. વાસ્તવમાં, ઈરાન સમર્થિત રાજકીય પક્ષોએ તેમના ગઠબંધન કોઓર્ડિનેશન ફ્રેમવર્ક બ્લોક વતી વડાપ્રધાન પદ માટે મોહમ્મદ અલ-સુદાનીનું નામાંકન કર્યું છે. આ પાર્ટીઓ શિયા મુસ્લિમોની છે. બગદાદના ગ્રીન ઝોનમાં પ્રદર્શનકારીઓએ ‘સુડાની, બહાર જાઓ’ ના નારા પણ લગાવ્યા હતા.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે મેગેઝિન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કરાવ્યું ફોટોશૂટ, થયા ગયા ટ્રોલ

 

Back to top button