ટ્રેન્ડિંગનેશનલ

સીમા હૈદરની જેમ PUBGમાં મિત્રતા થતા અમેરિકન યુવતી ઇટાવાના છોકરાને મળવા આવી

  • રોડવેઝની બસમાં વિદેશી યુવતીને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા
  • કેટલાક મુસાફરોએ વિદેશી યુવતીને જોઈને પોલીસને કરી જાણ
  • શિકોહાબાદ પોલીસે બસને રોકીને વિદેશી યુવતીની કરી પૂછપરછ
  • પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવતી તેના PUBG મિત્રને મળવા ઇટાવા આવી હતી

ઉત્તર પ્રદેશ, 15 જૂન: PUBG ગેમ રમતા રમતા એક અમેરિકન યુવતીની ઇટાવાના એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ. આ પછી તે છોકરાને મળવા ઇટાવા આવી પહોંચી. અહીંથી તે રોડવેઝ બસ દ્વારા દિલ્હી જઈ રહી હતી, ત્યારે શિકોહાબાદ પોલીસે યુવતીને બસમાંથી ઉતારી તેની પૂછપરછ કરી. પૂછપરછ બાદ યુવતીને દિલ્હી મહિલા પોલીસ પાસે મોકલી દેવામાં આવી હતી.

PUBG ગેમ રમતા થઈ મિત્રતા

PUBG રમતી વખતે અમેરિકન યુવતીની મિત્રતા ઇટાવાના રહેવાસી હિમાંશુ નામના છોકરા સાથે થઇ હતી. આ પછી યુવતી ટૂરિસ્ટ વિઝા પર પહેલા ચંડીગઢ પહોંચી, જ્યાંથી તે ઇટાવા આવી હતી.

વાસ્તવમાં અમેરિકાના ફ્લોરિડાના હોમ્સ ક્રીક રોડ ગ્રેસવિલેમાં રહેતી બ્રુકલિન કાર્નેલી નામની છોકરીને PUBG ગેમ રમવાનો શોખ હતો. PUBG ગેમ રમતી વખતે તેની મુલાકાત ચંદીગઢના રહેવાસી યુવી વાંગો નામના યુવક સાથે થઈ. યુવી વાંગો બેંગલુરુમાં કામ કરે છે. અમેરિકન યુવતી બ્રુકલિન ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી અને ચંદીગઢમાં યુવી વાંગોના ફ્લેટમાં ત્રણ મહિના સુધી રોકાઈ હતી.

દરમિયાન, ફરીથી PUBG રમતી વખતે બ્રુકલિન ફરીદાબાદમાં ઇટાવાના રહેવાસી હિમાંશુ નામના યુવક સાથે મિત્રતા થઈ. ત્યારબાદ તે હિમાંશુ સાથે ઇટાવા આવી. ઘણા દિવસો સુધી ઇટાવામાં રહ્યા બાદ બ્રુકલિન યુપી રોડવેઝની બસ દ્વારા દિલ્હી જઈ રહી હતી. આ દરમિયાન શિકોહાબાદમાં એક મુસાફરને અમેરિકન યુવતી અને ભારતીય છોકરા વચ્ચેની વાતચીત અંગે શંકા જતાં તેણે તરત જ પોલીસને જાણ કરી હતી.

યુવતી અમેરિકાથી ટૂરિસ્ટ વિઝા પર આવી હતી ભારત

ફિરોઝાબાદના શિકોહાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ કુમારે જણાવ્યું કે, સૂચના પર શિકોહાબાદમાં બસ રોકી દેવામાં આવી હતી, જ્યાંથી યુવતી અને હિમાંશુ નામના યુવકને બસમાંથી ઉતારીને શિકોહાબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. હિમાંશુ અને બ્રુકલિનની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું કે યુવતી અમેરિકાથી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી હતી, જ્યાં PUBG રમતી વખતે તેણે ઘણા ભારતીયો સાથે મિત્રતા કરી હતી. તે માત્ર મિત્રને મળવા જ ઇટાવા આવી હતી. હાલ પોલીસે તેને મહિલા કોન્સ્ટેબલની સાથે દિલ્હી મોકલી છે.

Google ટ્રાંસલેટર દ્વારા કરતા હતા વાતચીત

શિકોહાબાદ પોલીસ સ્ટેશનના વડા અનિલ કુમારે જણાવ્યું કે યુવતીને હિન્દી બિલકુલ આવડતી ન હતી. વાત કરતી વખતે તેમનો ઉચ્ચાર પણ અમેરિકન હતો. હિમાંશુનું અંગ્રેજી પણ નબળું હતું. તેથી બંને ગૂગલ ટ્રાન્સલેટર દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. મોડી રાત સુધી ઈન્ટેલિજન્સ અને એલઆઈયુએ પણ છોકરાની પૂછપરછ કરી હતી. હિમાંશુને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. અમેરિકન યુવતીને મહિલા કોન્સ્ટેબલ સાથે દિલ્હી મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: દુબઈમાં સારી નોકરી અપાવવાના બહાને મહિલાને લઈ જવામાં આવી પછી…

Back to top button