અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

હવે ઘરે ઘરે તિરંગા લહેરાશે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્ડિયા પોસ્ટની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાંથી વેચાશે રાષ્ટ્રધ્વજ

Text To Speech
  • હવે ઘરે-ઘરે લહેરાવાશે ત્રિરંગો
  • ઈન્ડિયા પોસ્ટની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાંથી વેચાશે રાષ્ટ્રધ્વજ

દેશના સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્ર સરકાર દરેક ઘરે તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રધ્વજ દેશના છેવાડાના ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે. ગયા વર્ષે, આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું અને પોસ્ટ વિભાગ (DOP) આ અભિયાનને અંત સુધી લઈ ગયું.

આ પણ વાંચો : કુમાર કાનાણીએ વધુ એક વાર પિત્તો ગુમાવ્યો : મોબાઈલમાં વ્યસ્ત TRB જવાનને જાહેર રસ્તે ખખડાવી નાખ્યો

હર ઘર તિરંગા અભિયાનનું આયોજન
આ વર્ષે પણ સરકાર 13-15 ઓગસ્ટ, 2023 વચ્ચે ‘હર ઘર તિરંગા અભિયાન’નું આયોજન કરી રહી છે. દેશમાં 1.6 લાખ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કનો લાભ લેવા અને અભિયાન અંતર્ગત દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં ભારતીય ધ્વજનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને લઈ ઈન્ડિયા પોસ્ટની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાં તિરંગા ધ્વજનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે. લોકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ધ્વજ ખરીદી શકે છે. આ સિવાય ટપાલ વિભાગની ઈ-પોસ્ટ ઓફિસ સુવિધા (www.epostoffice.gov.in) દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકાય છે.

ગયા વર્ષે આ અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું
દેશના લોકો તેમના ઘરો અને ઓફિસો પર લહેરાવેલ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ શકે છે અને તેને #IndiaPost4Tirnga, #HarGharTirnga, #HarDilTirnga હેશટેગ્સ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. આના દ્વારા દરેક ઘર તિરંગા અભિયાનનો સભાન ભાગ બની શકે છે. મહત્વનું છે કે,લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ભારતની યાત્રા માટે ગર્વની ભાવના જગાડવા માટે સરકાર દ્વારા ગયા વર્ષે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 2022 માં આ ઝુંબેશ ખૂબ જ સફળ રહી, જ્યાં 23 કરોડ પરિવારોએ તેમના ઘરે ત્રિરંગો ફરકાવ્યો અને છ કરોડ લોકોએ હર ઘર તિરંગા (HGT) વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી.

આ પણ વાંચો : ગુજરાતમાં ST બસનું ભાડુ વઘતા જાણો તંત્રની કેટલી આવક વધી

Back to top button