- Jioએ ઇન્ડિયન પ્રીમિયર લીગનું લાઈવ પ્રસારણ કર્યું હતું ફ્રી
- ડિઝની હોટસ્ટાર પણ બતાવશે ફ્રી મેચ
- Jioના ફ્રી સ્ટ્રીમિંગથી સ્ટાર કંપનીને થયું હતું મોટું નુકસાન
તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સમાપ્ત થઈ છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. IPLની આ સિઝન ચાહકો દ્વારા મોબાઈલ પર Jio સિનેમા પર બિલકુલ ફ્રી જોઈ હતી. પરંતુ હવે ભારતીય ટીમે સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ રમવાનો છે. આ બંને ટૂર્નામેન્ટમાં ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો પણ જોવા મળશે.
Jioના ફ્રી સ્ટ્રીમિંગથી સ્ટાર કંપનીને ભારે નુકસાન થયું
એશિયા કપ અને ODI વર્લ્ડ કપ આ બંને ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 થી વધુ મેચો રમાઈ શકે છે. ચાહકો માટે આ એક સારા સમાચાર છે. પરંતુ આ સિવાય ફેન્સ માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, સ્ટાર સ્પોર્ટ્સ પાસે એશિયા કપ અને ODI વર્લ્ડ કપ બંને ટૂર્નામેન્ટના પ્રસારણના અધિકાર છે. મોબાઈલ પર બંને ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટ-સ્ટાર પર થશે. જ્યારથી જિયો સિનેમાએ ક્રિકેટ અને ફૂટબોલ ટુર્નામેન્ટ્સ ફ્રીમાં બતાવવાનું શરૂ કર્યું છે, ડિઝની હોટ-સ્ટારને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, ડિઝની હોટ-સ્ટારે હવે એક મોટી જાહેરાત કરી છે, જેનાથી ચાહકોમાં ભારે ખુશી છે.
તમે ડિઝની હોટ-સ્ટાર પર પણ ફ્રીમાં મેચ જોઈ શકશો
હકીકતમાં, ડિઝની હોટ-સ્ટારે એશિયા કપ અને ODI વર્લ્ડ કપ બંને ટૂર્નામેન્ટની મેચો મફતમાં બતાવવાની જાહેરાત કરી છે. પરંતુ અહીં જોવા જેવી મોટી વાત એ છે કે ચાહકો આ બંને ટુર્નામેન્ટને માત્ર મોબાઈલ પર જ ફ્રીમાં જોઈ શકશે. એટલે કે, ડિઝની + હોટસ્ટારનો ઉપયોગ કરનારા તમામ ચાહકો હવે બંને શ્રેણીની મેચો મફતમાં જોઈ શકશે.
ડિઝની પ્લસ હોટ-સ્ટારના વડાએ શું કહ્યું?
ડિઝની પ્લસ હોટ-સ્ટારના વડા સજીથ શિવનંદને જણાવ્યું હતું કે, ‘ડિઝની + હોટસ્ટાર ભારતમાં ઝડપથી વિકસતા OTT પ્લેટફોર્મમાં મોખરે છે. અમે દર્શકોના અનુભવને સુધારવા માટે ઘણી નવીનતાઓ પણ કરી છે. દુનિયાભરના ચાહકો પણ આનાથી ખુશ થયા છે. શિવાનંદને કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે એશિયા કપ અને ODI વર્લ્ડ કપને દર્શકો માટે ઉપલબ્ધ કરાવવાથી અમને ઇકો-સિસ્ટમને વધુ વિકસિત કરવામાં મદદ મળશે.’ તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL 2023ની ફાઈનલ 32 મિલિયનથી વધુ દર્શકોએ મોબાઈલ પર જોઈ હતી, જે એક વિશ્વ રેકોર્ડ છે.