ઉત્તર ગુજરાત
આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી


પાલનપુર: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 16 મીમી અને થરાદમાં 10 મીમી વરસાદ થયો હતો. જ્યારે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં 1 મીમી થઈ 5 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 57.04 ટકા વરસાદ નોંધાયો છે.