કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Text To Speech

શરદ પૂનમ પણ ગઈકાલે ચાલી ગઈ છે છતાં મેઘરાજા હજુ સંપૂર્ણપણે વિરામ લેવાનું નામ લેતા નથી. હવામાન વિભાગની એક આગાહી મુજબ આજે દિવસભરમાં ગમે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Rain in gujarat file image Hum Dekhenge
Rain in gujarat file image Hum Dekhenge

શું રહેશે પાટનગર સહિતના શહેરોનું તાપમાન ?

આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 10 ઓક્ટોબરે પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. અરવલ્લી શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ મધ્યમ વરસાદ પડશે. ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે. રાજકોટમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 37 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન હળવો વરસાદ થશે.

Back to top button