ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ, જગતનો તાત ચિંતિત

Text To Speech

ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ગત માસથી વાતાવરણમાં અવારનવાર બદલાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે સવારથી જ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.કમોસમી વરસાદ-humdekhengenews અમદાવાદ સહિત ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળ્યો હતો. એકતરફ ગઈકાલે જ સરકાર દ્વારા કમોસમી વરસાદના લીધે થયેલા ખેડૂતોના નુકસાનના વળતરની વાત કરી હતી ત્યારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી મે મહિના સુધી કમોસમી વરસાદની આગાહી કારવમાં આવી છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 13 કરોડ રૂપિયાથી વધારે સોનાની લૂંટ , રસ્તામાં બસ રોકાવી સોનુ લઇ થયા ફરાર

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 31 માર્ચ સુધી અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને કચ્છમાં પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જગતનો તાત પણ આ અગાહીના પગલે ચિંતિત બન્યો છે.

Back to top button