ગુજરાતમાં રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી
સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આણંદના આંકલાવ તાલુકામાં 42 મિમી વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી છે. તેમજ ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી. રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો છે. તેમજ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે.
આણંદના આંકલાવ તાલુકામાં 42 મિમી વરસાદ ખાબક્યો
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ આણંદના આંકલાવ તાલુકામાં 42 મિમી વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 13 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આગમી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. આગમી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આગામી 2 દિવસ માછીમારોને દરોયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નથી. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.