LIC પોલીસીધારકને WhatsApp પર મળશે આ સેવાઓ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
જો તમે પણ ભારતીય જીવન વીમા પોલીસી એટલે કે LIC પોલીસીધારક છો તો તમારે માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે ઘરે બેઠા જ LIC સાથે જોડાયેલ સેવાઓનો લાભ લઇ શકો છો. જેના માટે તમારે પોતાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરવો પડશે. આવું કરવાથી તમે થોડી મિનીટોમાં જ WhatsApp સાથે જોડાયેલ સેવાનો ઉપયોગ કરી શકો છો. આવો તેના વિશે વધુ વિસ્તૃતમાં જાણીએ.
આ પણ વાંચો;અદાણી ગ્રુપમાં LIC અને SBIના રોકાણ પર નાણામંત્રીની પહેલી પ્રતિક્રિયા
WhatsApp પર LIC સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો?
1. સૌથી પહેલા, ‘Hi’ ટાઈપ કરી 8976862090 નંબર પર મોકલો.
2. ત્યારબાદ તમને વિવિધ 11 વિકલ્પો મળશે, જેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો. ઉદાહરણ તરીકે જો તમારે એ જાણવું હોય કે તમારે પ્રીમિયમ કેટલું બાકી છે અને ક્યારે ચૂકવવાનું છે તો 1 નંબર ટાઈપ કરીને મોકલો. આવી રીતે જે પણ સેવાનો લાભ જોઈતો હોય તે વિકલ્પ પસંદ કરી શકો છે.
આ પણ વાંચો:ભારતીય વિમા કંપની LIC ગ્રાહકોને આપી શકે છે મોટો ઝટકો, જાણો કેમ
કઈ સેવાઓનો લાભ મળશે?
LIC પોર્ટલ પર જે પોલીસીધારકોએ પોલીસી નોંધાઈ છે. તેઓ WhatsAppના માધ્યમથી આ સેવાનો લાભ લઇ શકે છે.
* બાકી રહેલ પ્રીમિયમ જાણી શકો છો.
* બોનસની માહિતી મેળવી શકો છો.
* પોલીસીનું સ્ટેટસ જાણી શકો છો.
* લોનની યોગ્યતા માટે કોટેશન મેળવી શકો છો.
* લોનનું રિપેમેન્ટનું કોટેશન મેળવી શકો છે.
* લોનનું બાકી રહેલ વ્યાજદર જાણી શકો છો.
* પ્રીમિયમ ચૂકવણાંનું પ્રમાણપત્ર મળેવી શકો છે.
* ULIP યુનિટનું સ્ટેટમેન્ટ જાણી શકો છે.
* ઓપ્ટ ઇન અથવા ઓપ્ટ આઉટ સેવાનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા
એ સિવાય LICની બંધ થયેલ પોલીસીને પુનઃશરૂ કરવા માટે, LICએ સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેન લોન્ચ કર્યું છે. આ કેમ્પેન 1 ફેબ્રુઆરીથી 24 માર્ચ સુધી ચાલુ રહેશે. આ એ તમામ પોલીસી માટે છે જે પ્રીમિયમ ચુકવવાની અવધિ દરમિયાન બંધ થઇ ગઈ હોય પરંતુ તેઓએ પોલીસી બંધ ન કરી હોય.
LICના ટ્વીટ અનુસાર, તમારી પાસે તમારી બંધ થયેલ પોલીસીને પુનઃ શરૂ કરવાનો મોકો છે. તેઓએ 1 ફેબ્રુઆરી 202૩ થી 24 માર્ચ 2023ની અવધિ વચ્ચે લેટ ફીમાંથી મુક્તિ આપી છે. 1 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમ પર લેટ ફી માં 20 ટકા મુક્તિ આપવામાં આવી છે. જયારે ૩ લાખ સુધીના પ્રીમિયમ બાબતે લેટ ફીમાં 25 ટકા મુક્તિ મળશે.