LICના ગ્રાહકો માટે ખુશખબર, હવે ઘરે બેઠા એક ક્લિક પર મળશે લોનને લગતી માહિતી
મુંબઈ, 26 નવેમ્બર: જીવન વીમા નિગમ (LIC) ના કરોડો વીમાધારકો અને એજન્ટો માટે સુવિધા આપવા માટે મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ જાણકારી સ્વયં એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ આપી છે. તેમણે માહિતી આપી હતી કે LIC એ સંપૂર્ણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ DIVE (ડિજિટલ ઇનોવેશન એન્ડ વેલ્યુ એન્હાન્સમેન્ટ) શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ ચલાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય પ્રોજેક્ટ DIVE દ્વારા અમારા તમામ હિતધારકો, ગ્રાહકો, વચેટિયાઓ, માર્કેટર્સ અને દરેકને શ્રેષ્ઠ-વર્ગની ડિજિટલ સર્વિસ પૂરી પાડવાનો છે. જેના દ્વારા ઈન્સ્યોરન્સ ક્લેમ, લોન અને અન્ય સર્વિસ એક ‘ક્લિક’ પર ઉપલબ્ધ થઈ શકે. મોહંતીએ કહ્યું કે LICના ગ્રાહકોને હવે ઓફિસ આવવાની જરૂર નથી. તેઓ ઘરે બેસીને તેમના મોબાઈલ દ્વારા અમારી આવશ્યક સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
બિઝનેસ વધારવા માટે પણ ઉપયોગ કરવામાં આવશે
LIC હાલમાં ફાઇનાન્શિયલ ટેક્નોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી બિઝનેસને વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. LIC અત્યાર સુધીમાં ત્રણ નાણાકીય ટેક્નોલોજી કંપનીઓને ઉત્પાદનના વિતરણ માટે ચાલુ વર્ષમાં કોર્પોરેટ એજન્ટ તરીકે સામેલ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નવી પોલિસી પ્રીમિયમમાં ડબલ ડિજિટ વૃદ્ધિ હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે LIC આગામી મહિનામાં ત્રણથી ચાર નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે એલઆઈસી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ડિજિટલ સેવા શરૂ કરવા જઈ રહી છે. માર્કેટમાં સારો પ્રતિસાદ મળે તે માટે આશા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ચીનમાં નવા વાયરસ બાદ ભારતમાં એલર્ટ, હોસ્પિટલોને સજ્જ રહેવા આપ્યા નિર્દેશ