એજ્યુકેશનગુજરાત

રાજયમાં તમામ તાલુકા મથકોએ અદ્યતન સુવિધાઓ વાળા ગ્રંથાલય ઉભા કરાશે : સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા

Text To Speech

સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે તે માટે તમામ તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે. આ ગ્રંથાલયોમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામા આવશે.

સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટ રાઈઝ્ડ કરાયા

આજે વિધાનસભામાં રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટ રાઈઝેશનની સેવાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટ રાઈઝ્ડ કરાયા છે. કોમ્પ્યુટરાઈઝેશન થવાથી પુસ્તકોની લેવલ-દેવડમાં સરળતા રહે છે. પુસ્તકો શોધવામાં વર્ગીકરણમાં સૂચિકરણમાં નોંધણી અને ડેટા એન્ટ્રી પ્રક્રિયા વધુ સરળ બને છે જેના પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થયો છે.

મંત્રી મુળાભાઈ બેરા -humdekhengenews

રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે 5 સ્માર્ટ ગ્રંથલાયો કાર્યરત કરાયા

મંત્રીમુળુભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે 5 સ્માર્ટ ગ્રંથલાયો કાર્યરત કરાયા છે અને આગામી સમયમાં નવા ત્રણ સ્માર્ટ ગ્રંથોનું નિર્માણ કરાશે. આ સ્માર્ટ ગ્રંથાલયમાં ઓડિયો વીડિયોની સુવિધા, સીસીટીવી કેમેરા, અધ્યતન આઈડીની સુવિધા સહિત અધ્યતન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.

સવારે 7.00 થી રાત્રિના 12.00 વાગ્યા સુધી વાંચન કરી શકાશે

તેમણે કહ્યું કે રાજ્યના યુવાઓ-વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત જિલ્લા – તાલુકા મથકે ગ્રંથાલાયો પાસે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયમાં વાંચી શકે છે તે માટે સવારે 7.00 થી રાત્રિના 12.00 વાગ્યા સુધીની સુવિધાઓ આપવામાં આવી છે .

આ પણ વાંચો : હાટકેશ્વર ઓવરબ્રિજને લઈને ચોંકાવનારો રિપોર્ટ, સરકાર માન્ય એજન્સીએ કર્યો આ ખુલાસો

Back to top button