ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

LGએ Samsungનું ટેન્શન વધાર્યું, કંપનીએ વિશ્વની પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજૂ કરી

Text To Speech
  • આ ટેકનોલોજીથી ડિસ્પ્લેને સ્ટ્રેચ અને લંબાવી શકાય છે, જો કે આ ટેક્નોલોજી હજુ પ્રોટોટાઈપ સ્ટેજમાં છે

HD ન્યૂઝ ડેસ્ક, 11 નવેમ્બર: LGએ ડિસ્પ્લે ટેક્નોલોજીમાં અજાયબી કરી બતાવી છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડે વિશ્વની પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજૂ કરી છે, જેને તમે ટુવાલની જેમ સ્ક્વિઝ કરી શકો છો. કંપનીએ આ ડિસ્પ્લેનો પ્રોટોટાઈપ જાહેર કર્યો છે. જેથી તેણે ફોલ્ડેબલ ડિસ્પ્લે બનાવતી અગ્રણી કંપની Samsungનું ટેન્શન વધાર્યું છે.

50 ટકા થશે સ્ટ્રેચ 

LG દાવો કરે છે કે, આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ઇમેજની ગુણવત્તાને બગાડ્યા વગર પોતાની સાઇઝના 50 ટકા સુધી સ્ટ્રેચ થઈ શકે છે. કંપની પોતાના આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લેના પ્રોટોટાઇપને રજૂ કરતી વખતે કહ્યું છે કે, તે 12-ઇંચની ડિસ્પ્લે છે, જેને ખેંચીને 18 ઇંચ સુધી કરી શકાય છે અને તે 100 પિક્સલ પ્રતિ ઇંચનું રિઝોલ્યુશન જાળવી શકે છે. આ પહેલા પણ, કંપનીએ 2022માં તેના સ્ટ્રેચેબલ ડિસ્પ્લેમાંથી એક પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું.

કંપનીનો દાવો છે કે, આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે સંપૂર્ણપણે યુનિક છે, જેને અલ્ટીમેટ ડિસ્પ્લે ટેક્નોલોજી કહી શકાય છે. અન્ય ફ્લેક્સિબલ ડિસ્પ્લેની જેમ, તેને માત્ર બેંડ અથવા ફોલ્ડ જ કરી શકાતું નથી, પરંતુ તમે તેને ટુવાલની જેમ ટ્વિસ્ટ અને સ્ટ્રેચ પણ કરી શકો છો.

10 હજાર વખત સતત સ્ટ્રેચ કરી શકાશે

LGની આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે માઈક્રો LEDથી બનેલી છે, જેને સતત 10 હજાર વખત સ્ટ્રેચ કરી શકાય છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ડિસ્પ્લે અત્યંત ટેમ્પરેચરમાં પણ કામ કરે છે. આ પ્રોટોટાઇપ રજૂ કરતી વખતે, કંપનીએ તેની ઘણી સુવિધાઓ વિશે પણ જણાવ્યું છે. આ ડિસ્પ્લેને ટચ જેસ્ચરથી કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં, તમે તેને તમારા હાથમાં પણ પહેરી શકો છો.

LGની આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ખૂબ જ પાતળી છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. કંપની પોતાની આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લેને ઓટોમોટિવ, વિયરેબલ સેક્ટર સહિત અન્ય ઉદ્યોગો માટે ડિઝાઇન કરી રહી છે. LGના આ ફ્લેક્સિબલ ડિસ્પ્લેનો ઉપયોગ ભવિષ્યમાં લોન્ચ થનારા ઘણા ફ્લેગશિપ સ્માર્ટફોન, ટેબલેટ અથવા પહેરી શકાય તેવા ડિવાઇઝમાં થઈ શકે છે.

આ પણ જૂઓ: બેંક ખાતું નથી પણ કરવો છે UPIનો ઉપયોગ? તો જાણો આ વિગતો

Back to top button