શ્રીનગર, 19 ઓક્ટોબર : લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના જમ્મુ અને કાશ્મીર કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઓમર અબ્દુલ્લાની કેબિનેટે બે દિવસ પહેલા એટલે કે ગુરુવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, પરંતુ આજે તેને સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવી છે. નવી ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર 4 નવેમ્બરે યોજાશે. કેબિનેટે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારો પુનઃપ્રાપ્ત કરવા અને તેમની ઓળખની રક્ષા કરવાની પ્રક્રિયાની શરૂઆત હશે.
આ પણ વાંચો : મોંઘવારીએ બગાડી દિવાળી! લોકોએ ઈલેક્ટ્રોનિક અને અન્ય મોંઘી વસ્તુઓની ખરીદી ટાળી