ગુજરાતટોપ ન્યૂઝશ્રી રામ મંદિર

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા તમામ શાળા સંચાલકોને પત્ર

Text To Speech
  • સ્કૂલો પાસે 2 સ્થાનિક રજા આપવાનો અધિકાર છે
  • પત્ર લખી 22 જાન્યુઆરીના રોજ સ્કૂલોમાં રજા રાખવામાટે ભલામણ
  • રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોવાથી શાળામાં રજા રાખવા જણાવ્યું

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા તમામ શાળા સંચાલકોને પત્ર છે. જેમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા ભલામણ કરવામાં આવી છે. તેમાં શાળા સંચાલક મંડળે સરકાર પાસે માગણી કરવાના બદલે સ્કૂલોને ભલામણ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો, જાણો કયુ શહેર ઠુંઠવાયુ

પત્ર લખી 22 જાન્યુઆરીના રોજ સ્કૂલોમાં રજા રાખવામાટે ભલામણ

પત્ર લખી 22 જાન્યુઆરીના રોજ સ્કૂલોમાં રજા રાખવામાટે ભલામણ કરાઈ છે. આ મુદ્દે રાજ્યની તમામ શાળા સંચાલકોને પત્ર લખ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે દિવસે રાજ્યની સ્કૂલોમાં રજા રાખવા સરકાર સમક્ષ માંગણી કરવાના બદલે શાળા સંચાલકોએ વર્ષ દરમિયાન મળતી 2 સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરી શાળામાં રજા રાખવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરી છે. સંચાલક મંડળ દ્વારા આ મુદ્દે રાજ્યની તમામ શાળા સંચાલકોને પત્ર લખીને 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોવાથી શાળામાં રજા રાખવા જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: ડિસેમ્બરમાં દરેક કંપનીઓના વાહનોનું વેચાણ ઘટયું, જાણો કેટલો થયો ઘટાડો

સ્કૂલો પાસે 2 સ્થાનિક રજા આપવાનો અધિકાર છે

જોકે, રજા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી 22 જાન્યુઆરીના રોજ સ્કૂલોમાં રજા રાખવા માટે ભલામણ કરાઈ છે. સરકાર દ્વારા 22મીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવાના બદલે વર્ષ દરમિયાન સ્કૂલો પાસે 2 સ્થાનિક રજા આપવાનો અધિકાર છે. આ બે રજાઓ સ્થાનિક તહેવાર કે અન્ય કોઈ રજા સાથે જોડીને શાળા દ્વારા આપવામાં આવતી હોય છે. જેથી શાળાના બાળકો તેમનાં ઘેર રહીને રામના નામનો દીવો પ્રગટાવે અને ઘરના વાતાવરણને રામધૂનથી રામમય બનાવે તેવી સુવિધા શાળાઓએ કરી આપવી જોઈએ તેવું સંચાલક મંડળનું માનવું છે.

Back to top button