ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિવસેનાના 34 બળવાખોર ધારાસભ્યોનો રાજ્યપાલને પત્ર, એકનાથ શિંદે જ અમારા નેતા

Text To Speech

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. શિવસેનાના 34 ધારાસભ્યોએ પાર્ટીના નેતા એકનાથ શિંદેના સમર્થનમાં રાજ્યપાલને પત્ર લખ્યો છે. રાજ્યપાલને મોકલવામાં આવેલા ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા પત્રમાં તેમણે એકનાથ શિંદેને પોતાના નેતા જાહેર કર્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોની ઈમરજન્સી બેઠકને સંબોધવાનું શરૂ કરી દીધું છે. જોકે, એકનાથ શિંદેએ આ બેઠકને ગેરકાયદેસર ગણાવી છે. સાથે જ પોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે શિવસેના અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. અમે બાળાસાહેબના સિદ્ધાંતોને છોડ્યા નથી.

પાર્ટીના બળવાખોર નેતા એકનાથ શિંદે આજે સાંજે 7 વાગ્યે ગુવાહાટીમાં મીડિયાને સંબોધિત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ માટે સમય માંગ્યો છે. આ દરમિયાન તેઓ રાજ્યપાલની સામે પોતાના ધારાસભ્યોની સંખ્યા બતાવીને પોતાની તાકાત બતાવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એકનાથ શિંદે તેમના ધારાસભ્યોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યપાલને મળશે. જોકે, રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને તેઓ મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે.

MVA નેતાઓ વચ્ચેની બેઠક વિશે ઠાકરેને બહુમત માટે સંખ્યાની ખાતરી છે. તેમને વિશ્વાસ છે કે તેમની પાસે પૂરતા ધારાસભ્યો છે. જોકે, મુખ્યમંત્રી જાણે છે કે શિંદેનું ઘરે પરત ફરવું મુશ્કેલ છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે ઘણા ધારાસભ્યો પરત આવશે. જો બળવાખોર ધારાસભ્યો પાર્ટીમાં પાછા નહીં ફરે તો ઉદ્ધવ ઠાકરે સરકારનું પતન નિશ્ચિત માનવામાં આવે છે.

Back to top button