- હાઈકોર્ટની ટીકા બાદ એએમસી આડેધડ ઢોર પકડવા માંડી
- એએમસીના રેઢિયાળ વહીવટથી પરેશાની યથાવત્
- રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા
લો બોલો, અમદાવાદમાં ટેક્સ વસૂલાતનું કામ પડતું મૂકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળશે. જેમાં ટેક્સ વિભાગના અધિકારીઓને ઢોર પકડવાની જવાબદારી સોંપી છે. તેમજ લોકો રખડતા ઢોરથી હેરાન છતાં એએમસીના રેઢિયાળ વહીવટથી પરેશાની યથાવત્ છે.
આ પણ વાંચો: હવાના પ્રદુષણમાં વિશ્વમાં ભારત 8માં ક્રમે, અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત
હાઈકોર્ટની ટીકા બાદ એએમસી આડેધડ ઢોર પકડવા માંડી
ટેક્સ વસૂલાતનું કામ પડતું મૂકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળી પડશે. જેમાં હાઈકોર્ટની ટીકા બાદ એએમસી આડેધડ ઢોર પકડવા માંડી છે. તેમાં શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો રોજ પરેશાન થઈ રહ્યાં છે છતાં એએમસી નામ માત્રના ઢોર પકડીને કંઈ કામગીરી કર્યાનો સંતોષ ખાઈ લે છે. હાઈકોર્ટની ટીકા બાદ એએમસી આડેધડ ઢોર પકડવા માંડી છે. તેમાં પણ બુધ્ધિનું પ્રદર્શન કરતા ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઢોર પકડવાની જવાબદારી સોંપી છે. ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓ હવે ટેક્સ વસૂલાત પડતી મુકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફેક કરન્સીનો વેપલો કરતી ગેંગ સક્રિય, સોશિયલ મીડિયામાં મેસેજ આવે તો ચેતીજજો
રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા
રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા હતા અને 28,430 કિલો ઘાસચારો જપ્ત કરાયો હતો. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને શહેરની બહાર ખસેડી લેવા ચેતવણી અપાઈ છે. CNCD વિભાગ દ્વારા નવેમ્બરમાં કુલ 689 જેટલા ઢોર અને ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કુલ 12,307 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે જ્યારે 457 જેટલા ઢોર માલિકો સામે ફરિયાદ થઈ છે. ઉત્તર ઝોનમાં 34, દક્ષિણ ઝોનમા38, પૂર્વ ઝોનમાં 41, પશ્ચિમ ઝોનમાં 20, મધ્ય ઝોનમાં 9, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 13 અને દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં8 સહિત કુલ 163 ઢોર પકડવામાં આવ્યા છે અને કુલ 27,870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે.