લ્યો બોલો હવે વરિયાળીમાં પણ ભેળસેળ ! 49,130 કિલો કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો


રાજ્યમાં નકલી જીરુ, નકલી હળદળ, નકલી મરચું-મસાલા બાદ હવે મુફવાસમાં વપરાતી વરિયાળીમાં ભેળસેળ મળી આવી છે. ભેળસેળીયાઓ દ્વારા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે મોરબીના હળવદમાં વરિયાળીમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે.
કેમીકલ યુક્ત વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ
મોરબીના હળદળમાંથી નકલી વરિયાળીની ફેક્ટરી મળી આવી છે. હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી બનાવવામાં આવતી હોવાની જાણ થતા મોરબી LCB દ્વારા દરોડા પાડી વરિયાળીમાં ભેળસેળ કરતી આ ફેક્ટરી ઝડપી પાડવામા આવી છે. જેમાં હળવદમાં ખેડૂતો પાસેથી સસ્તા ભાવે વરિયાળી ખરીદી કરીને તેમાં બાદમાં કેમિકલ યુક્ત પાવડર ભેળવી અન્ય રાજ્યોમાં વેચાણ કરતા એક શખ્સને પણ ઝડપી પાડવામા આવ્યો છે.
આટલો મુદ્દામાલ કરાયો જપ્ત
હળવદમાં વરિયાળીમાં ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપાઈ છે જેમાંથી 49,130 કિલો કેમિકલ યુક્ત વરિયાળી, 6400 કિલો સાદી વરિયાળી, 3025 કિલો કેમિકલ યુક્ત પાઉડર ઝડપાયો છે. LCBએ આ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : “બાગેશ્વર બાબાએ કહ્યું હતું દવા ફેંકી દો, હવે બાળક વેલ્ટીલેટર પર” રાજકોટના પરિવારનો ગંભીર આક્ષેપ