ચલો દિલ્હીઃ દેશની રાજધાનીમાં લાગશે પુસ્તકોનો મેળો, જાણો સમયપત્રક
- વર્લ્ડ બુક ફેર એટલેકે વિશ્વ પુસ્તક મેળાની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે. બહુભાષી ભારત-એક જીવંત પરંપરા (Multi-Lingual India, A Living Tradition) આ વર્ષની થીમ છે. આ થીમ દ્વારા ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવામાં આવશે
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક વખત ફરી વર્લ્ડ બુક ફેરનો આરંભ થવાનો છે. નેશનલ બુક ટ્ર્સ્ટ (NBT) 10 ફેબ્રુઆરીથી નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા 2024નું આયોજન કરી રહ્યું છે. જાણો મેળાની આ વખતની થીમ અને ટિકિટ સુધીની કિંમત વિશે. દિલ્હીના આ પુસ્તકમેળામાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ અને વાચકો પણ જતા હોય છે.
વર્લ્ડ બુક ફેર એટલે કે વિશ્વ પુસ્તક મેળાની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે. બહુભાષી ભારત-એક જીવંત પરંપરા (Multi-Lingual India, A Living Tradition) આ વર્ષની થીમ છે. આ થીમ દ્વારા ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ફેરમાં થીમ પેવેલિયન, ચિલ્ડ્રન પેવેલિયન, ઈન્ટરનેશનલ ઈવેન્ટ કોર્નર, ઑથર કોર્નર, ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા, ન્યૂ દિલ્હી રાઈટ ટેબલ, ડિઝિટલ અને વર્ચ્યુઅલ રીડિંગ સીઈઓ સ્પીક અને કલ્ચરલ પ્રોગ્રામ જોવાલાયક હશે.
થીમઃ બહુભાષી ભારત-એક જીવંત પરંપરા
ગેસ્ટ દેશઃ સાઉદી અરબ
તારીખઃ 10થી 18 ફેબ્રુઆરી
સમયઃ સવારે 11.00થી સાંજે 8.00 સુધી
સ્થાનઃ પ્રગતિ મેદાન, મથુરા રોડ, નવી દિલ્હી-110001
ટિકિટની કિંમતઃ 10 કે 20 રૂ.
શું હશે ખાસ?
થીમ પેવેલિયન
ચિલ્ડ્રન પેવેલિયન
ઈન્ટરનેશનલ ઈવેન્ટ કોર્નર
ઑથર કોર્નર
ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા
ન્યૂ દિલ્હી રાઈટ ટેબલ
ડિઝિટલ અને વર્ચ્યુઅલ રીડિંગ સીઈઓ સ્પીક
કલ્ચરલ પ્રોગ્રામ
આ વખતે અતિથિ દેશ સાઉદી અરબ છે. એવા સંજોગોમાં વાચકોને સાઉદી અરબના લેખક અને સાહિત્યકારોને મળવાનો અવસર મળશે. આ બુક ફેર 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તેનો સમય સવારે 11થી રાતે 8 સુધીનો હશે. વર્લ્ડ બુક ફેર દિલ્હીના પ્રગતિ મેદાનમાં લાગશે. તેનું આયોજન હોલ નંબર 1થી 5માં કરવામાં આવશે. તેનું આયોજન શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગના નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ રોકવા બનશે કાયદો, લોકસભામાં બિલ રજૂ