Diwali 2023ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલહેલ્થ

ચાલો આ વર્ષે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ, નવી શરૂઆત કરીએ

  • દિવાળીના તહેવારને લઈને હંમેશા ઉત્સાહ અને ઉમંગ હોય છે, પરંતુ દર વર્ષે આ તહેવાર દરમિયાન પ્રદુષણનું સ્તર ખૂબ વધી જાય છે. આ વર્ષે તમે થોડી ટિપ્સનું પાલન કરીને ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવી શકો છો.

Diwali 2023: દિવાળીનો તહેવાર આવે અને હવાનું પ્રદૂષણ વધી જાય છે. લગભગ દરેક શહેર માટે તે વાત લાગુ પડે છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ત્યાં તો લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. લોકોને શુદ્ધ હવા પણ મળી રહી નથી, જે કુદરત દ્વારા ફ્રીમાં મળતી હોય છે. જો આપણે દિવાળી જેવા તહેવારમાં થોડી સાવચેતી રાખીશું તો કદાચ આપણે પર્યાવરણને થોડા મદદરૂપ થઈ શકીશું.

આ વર્ષે દેશભરમાં 12 નવેમ્બરના રોજ દિવાળી ઉજવાશે. દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પ્રદુષણે પર્યાવરશાસ્ત્રીઓની અને શ્વાસના દર્દીઓની ચિંતામાં વધારો થયો છે. હાલમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબની શ્રેણીમાં પહોંચી ચૂક્યો છે. જો તમે પણ દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા હો તો વાયુ પ્રદુષણ વધવાનું નક્કી જ છે. સતત વધતું વાયુ પ્રદુષણ તમામ લોકો માટે હાનિકારક છે. આપણું આ દેશના નાગરિક તરીકે કર્તવ્ય છે કે પર્યાવરણને સ્વસ્છ રાખવામાં આપણું યોગદાન આપીએ. આવો આ વર્ષે સાથે મળીને ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ અને દેશના વિકાસમાં ભાગીદાર થઈએ.

દિવાળી ખુશીઓ વહેંચવાનો, ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. તમારુ એક્સાઇટમેન્ટ ઘટાડવાની જરૂર નથી. દિવાળીને ઈકો ફ્રેન્ડલી, ગ્રીન એન્ડ ક્લિન દીવાળી તરીકે ઉજવી શકીએ છીએ. બસ થોડીક વાતોનું ધ્યાન રાખો.

ચાલો આ વર્ષે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ, નવી શરૂઆત કરીએ hum dekhenge news

સોલર લાઈટનો કરો ઉપયોગ

દિવાળીના તહેવારોમાં નાની નાની દુકાનોથી લઈને મોટી ઓફિસ, ઘર, બંગલાઓ, રસ્તાઓ લાઈટથી ઝગમગી ઉઠે છે, આવા સંજોગોમાં તમે સોલર લાઈટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પ્રદુષણ ઘટાડવામાં મદદ મળશે.

ગિફ્ટ્સને પેક કરવા માટે ઈકો ફ્રેન્ડલી રેપર વાપરો

તમે દર વર્ષે તમારા મિત્રો, સ્નેહીજનો, સંબંધીઓ અને પડોશીઓને ગિફ્ટ કે મિઠાઈ આપતા હશો. તેના માટે તમે ટકાઉ પેકેજિંગના ચક્કરમાં પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ ન કરો, પરંતુ ઈકો ફ્રેન્ડલી પેકિંગ પેપરનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમે ઈચ્છો તો કલરફુલ કાગળી ઘરે જ સારી રીતે ગિફ્ટ પેક કરી શકો છો. તેનાથી તમે પર્યાવરણને પણ સહયોગ આપશો.

ચાલો આ વર્ષે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ, નવી શરૂઆત કરીએ hum dekhenge news

માટીના દીવડા પ્રગટાવો

આજકલ બજારમાં અનેક પ્રકારના સ્ટાઈલિશ દીવા મળવા લાગ્યા છે. કેટલાક લોકો દીવડાંના બદલે મીણબત્તીઓ સળગાવવાનું પણ પસંદ કરે છે, પરંતુ આ વર્ષે દિવાળી પર માટીના દીવડાથી ઘરને ઝગમગાવીએ. આ દીવડાઓથી ઘરમાં કોઈ કચરો નહીં થાય. તેને ફરી વખત ડિકમ્પોસ્ટ પણ કરી શકાય છે.

આમ બનાવો રંગોળી

દિવાળી પર ઘણા લોકો ઘરના આંગણામાં રંગોળી બનાવે છે, તેનાથી ઘરમાં ચાર ચાંદ લાગે છે. ચાલો આ વખતે દિવાળી પર બજારમાંથી કેમિકલ્સ વાળા રંગોના બદલે ફુલોની રંગોળી કરીએ. તમે દિવાળી પર ઈકોફ્રેન્ડલી રંગોળી પણ બનાવી શકો છો.

આ પણ વાંચોઃ ધનતેરસે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓઃ કુબેર દેવતા થશે નારાજ

Back to top button