કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

‘સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે અને બીજું ઘણું બધું સામે આવશે’ : યુવરાજસિંહ જાડેજા

Text To Speech

તોડ કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને મહત્વનું નિવેદન આપ્યું હતું . યુવરાજ સિંહે કહ્યું કે ‘આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે’.

ભાવનગરના ચકચારી ડમી કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવરાજ સિંહે કોર્ટમાં જતા પહેલા મીડિયાને મોટું નિવેદન આપ્યું હતુ જે બાદ અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

કોર્ટમાં જતા પહેલા યુવરાજ સિંહે આપ્યું નિવેદન

યુવરાજ સિંહ જાડેજાએ આજે કોર્ટમાં જતા પહેલા મીડિયાને મોટુ નિવેદન આપ્યું હતું. યુવરાજ સિંહે કહ્યું કે આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે. યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું કે ‘સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે અને બીજું ઘણું બધું સામે આવશે’. યુવરાજ સિંહના આ નિવેદન બાદ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યો છે. તેઓ આ નિવેદન આપીને શું ઈશારો કરી રહ્યા છે. તેના પર અનેક ચર્ચા થઈ રહી છે.

યુવરાજ સિંહ -humdekhengenews

પોલીસે અત્યાર સુધી 73 લાખ રિકવર કર્યા

મહત્વનું છે કે તોડ કાંડ મામલે યુવરાજ સિંહ અને અને તેના સાળાના રિમાન્ડ પુરા થઈ જતા તેમને કોર્ટમા રજૂ કરવામા આવ્યા હતા. ત્યારે કોર્ટે યુવરાજ સિંહ તેના સાળાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તોડ કાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવવામા આવ્યો છે. જેમાંથી અત્યાર સુધીમા પોલીસે 1 કરોડમાંથી 73 લાખ રિકવર પણ કરી લીધા છે.

આ પણ વાંચો : 12 સાયન્સ અને ગુજકેટના પરિણામને લઈને મહત્વના સમાચાર, આ તારીખે જાહેર થશે પરિણામ

Back to top button