ટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો બોધપાઠઃ શિયાળામાં ભારે હિમવર્ષાના સંજોગો માટે તંત્રે શું તૈયારી કરી?

  • હિમાચલમાં હિમવર્ષા પહેલા મુખ્ય સચિવે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સ્થિતિની સમીક્ષા કરી

હિમાચલ: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે શિયાળા દરમિયાન હિમસ્ખલન અને ભારે હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હિમાચલમાં મશીનરી અને માનવબળ તૈનાત કરવાના હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ અધિકારીઓને આદેશ આપ્યા છે.

  • હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ ગુરુવારે અધિકારીઓને શિયાળા દરમિયાન હિમસ્ખલન અને ભારે હિમવર્ષાની સંભાવનાવાળા વિસ્તારોમાં અગાઉથી માનવબળ, મશીનરી અને સામગ્રીની ખાતરી કરવા જણાવ્યું છે.

મુખ્ય સચિવે રાજ્યની શિયાળાની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક બોલાવી હતી આ દરમિયાન તેમણે તમામ ડેપ્યુટી કમિશનરોને ભારે હિમવર્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને અત્યંત સંવેદનશીલ વિસ્તારો તરફ ટ્રેકર્સ અથવા પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધિત કરવા માટે તાત્કાલિક આદેશો જારી કરવા જણાવ્યું છે.

હવામાન વિભાગની રાજ્યમાં સામાન્ય આગાહી:

IMD એ આગામી મહિનાઓ માટે શિયાળાના સામાન્ય હવામાનની આગાહી કરી છે. શિમલા અને અન્ય જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની પૂર્વ તૈનાત અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

NDRF એ તેની બચાવ ટુકડીઓ માટે 9,000 ફૂટથી વધુની ઊંચાઈ પર બેઝ બનાવવાની દરખાસ્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવી વ્યવસ્થાથી બચાવ કાર્યકરોને ઊંચાઈ પરની પરિસ્થિતિઓને અનુકૂલિત કરવામાં મદદ મળશે, જે કટોકટી બચાવ કામગીરીના કિસ્સામાં ફાયદાકારક રહેશે. બેઠકમાં, મુખ્ય સચિવે અધિકારીઓને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે તમામ વિભાગો શિયાળાની ઋતુના પડકારો માટે તૈયાર છે.

વિભાગને જરુર પડે મશીનરી ભાડે લેવાની તૈયારી રાખવા સૂચન:

તેમણે સબંધિત વિભાગોને રસ્તાઓની અસરકારક રીતે જાળવણી કરવા અને રસ્તાની બાજુના ગટર અને કલ્વર્ટ પરથી બરફ દૂર કરવા, કોઈપણ ઘટના બને તો રાજ્યભરમાં ફાયર હાઈડ્રેન્ટનું નેટવર્ક બનાવવા, પાણીની પાઈપ અને ઈલેક્ટ્રીક પોલની ઈન્વેન્ટરી જાળવવા સૂચનાઓ આપી છે. તેમણે સંબંધિત વિભાગોને જરૂર પડ્યે JCB, ટ્રક અને 4X4 વાહનો સહિતની મશીનરી ભાડે આપવા તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.

ભારે હિમવર્ષાના કારણે જે માર્ગ બંધ પડ્યા છે ત્યાં ખોરાકની વ્યવસ્થા કરવા આદેશ

તેમણે ડેપ્યુટી કમિશનરને નિર્દેશ આપ્યો કે જે વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને માર્ગ અવરોધને કારણે બંધ થઈ ગયા છે ત્યાં પૂરતા પ્રમાણમાં ખોરાક અને બળતણનો પુરવઠો સુનિશ્ચિત કરવા કહ્યું છે, આ ઉપરાંત તેમણે અધિકારીઓને કહ્યું કે આવા વિસ્તારોમાં સંચાર ચેનલો કાર્યરત રહે તેની તકેદારી રાખો.

આ પણ વાંચો: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા દિલ્હીથી આવેલા ઓગર મશીનથી ડ્રિલિંગ શરૂ

Back to top button