ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડમાં દીપડાનો આતંક, ઘરમાં ઘુસી મહિલાઓ પર કર્યો હુમલો

Text To Speech

વલસાડ જિલ્લમાં અવાર નવાર દીપડા જેવા હિંસક પશુઓ દેખાવાના બનાવો બની ચૂક્યા છે.સાથે જ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી પણ અનેક વખત કદાવર દીપડાઓ પકડાઈ પણ ચૂક્યા છે. ત્યારે આજે ફરી એક વાર રહણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. દીપડાએ બે મહિલાઓ પર હુમલો કરતા મહિલાઓ ઇજાગ્રસ્ત હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી છે.

વલસાડ દીપડો-humdekhengenews

દીપડાએ બે મહિલા પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ વલસાડના વેલવાચ કુંડી ફળિયા વિસ્તારમાં દીપડાની આતંકની ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી એક દીપડો દેખાતો હતો જેના કારણે લોતોમાં ભયનો માહોલ હતો. ત્યારે ગઈ કાલે ગામના એક ઘરમાં દીપડો ઘૂસી ગયા હતો. આ દીપડાને જોઈને ઘરની મહિલાઓએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દીપડાએ અચાનક આ મહિલાઓ પર હુમલો કરી દીધો હતો. અને ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ ને પગલે ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા હતા. અને આ અંગે નવ વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતા. અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલી મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી.

વલસાડ દીપડો-humdekhengenews

વલસાડમાં અનેક વિસ્તારોમા દીપડાની લટાર

વલસાડ જિલ્લાના પારડી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આ અગાઉ પણ અનેક વિસ્તારોમાં રહેણાક વિસ્તાર નજીક દીપડાએ દેખા દીધા હોવાના બનાવો બની ચૂક્યા છે. ક્યારેક ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે. ત્યારે ગામમાં દીપડાની હુમલોની આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

 આ પણ  વાંચો : ગુજરાત રાજ્યમાં બે શહેરોમાં હિટ એન્ડ રનથી 5 લોકોના મોત થયા

Back to top button