ઉત્તર ગુજરાતગુજરાત

દીપડાને લઈ હિંમતનગર પંથકમાં ફફડાટ, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક જોવા મળી ચહલપહલ

હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર તાલુકાના વિસ્તારની આસપાસના ગામડાઓમાં દીપડો છેલ્લા એક સપ્તાહથી ફરતો હોવાને લઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે.

હિંમતનગરમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો ફરતો હોવાની ચર્ચા

હિંમતનગર તાલુકાના અને તેની આસપાસના વિસ્તારના ગામના લોકો દીપડાને ભયથી ફફડી રહ્યા છે. વિસ્તારની આસપાસના ગામડાઓમાં દીપડો છેલ્લા એક સપ્તાહથી ફરતો હોવાને લઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે દીપડાએ ઈજા પહોંચાડી હતી. જેના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો છે.

પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલ એક ઘોડાને  પહોંચાડી હતી ઈજા

હિંમતનગરમાં દીપડાના આતંક વચ્ચે એક તસ્વીર પણ વાયરલ થઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલ એક ઘોડાને પણ મોંઢાના ભાગે ઈજા પહોંચી હતી. શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળી હતી. જેને લઈને લોકો હાલ બહાર નિકળતા પણ ડરી રહ્યા છે.

આ પણ વાંચો : પીએમ મોદીનું વતન વડનગર અને વિસનગર બન્યું ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર

નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચા

હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈને સ્થાનિક લોકોમાં ડર વ્યાપ્યો છે. મહત્વનું છે કે હિંમતનગર શહેરમાં ચાંદનગર, હસનનગર, પરબડા, ભોલેશ્વર, મહેતાપુરા, સરકારી આવાસ યોજના ઉપરાંત ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓના બંગલા અને કર્મચારીઓના આવાસ નજીકમાં જ આવેલા છે.

વન વિભાગે પાંજરુ મુકીને દીપડાને પાંજરે પુરવાનો પ્રયાસ હાથ ધર્યો

દીપડા ફરતો હોવાની ઘટનાને લઈને વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. અને વન વિભાગે પાંજરુ મુકીને દીપડાને પાંજરે પુરવા માટે પ્રયાસ શરુ કર્યા છે.આ સાથે જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ફરીને દીપડો કઈ દીશામાંથી આવે છે અને ક્યાં ફરે છે, તેનો ટ્રેક તૈયાર કરવા માટે વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ શરુ કર્યું છે. પરંતુ દીપડાના કોઈ જ ફુટ માર્ક જણાયા નહીં હોવાની હાલમાં વનવિભાગ દીપડો હોવા અંગેની વાતનો સ્વિકારવા તૈયાર નથી તેમ છતા દીપડાને લઈ વિસ્તારમાં તકેદારીના પગલા ભરવાની કાર્યવાહી કરવામા આલી રહી છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ફરી અંજુ વાળી થઈ! 2 બાળકોની માતા પ્રેમી સાથે વિદેશ ભાગી, બુરખામાં પતિને મોકલી તસવીરો

Back to top button