ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને દીપડાએ એન્ટ્રી મારી, મેરેજ હોલમાં અફરા તફરી મચી ગઈ

Text To Speech

લખનઉ, 13 ફેબ્રુઆરી 2025: લખનઉના પાકા વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં બુધવારે રાતના સમયે અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં એક મેરેજ હોલમાં દીપડો મહેમાન બનીને ઘુસી આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના બુદ્ધેશ્વર રિંગ રોડ પર એમએમ લોનમાં રાતના 11.40 કલાકે થઈ હતી. જેમાંથી મહેમાનો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા.

દીપડાના હુમલામાં વનકર્મી ઘાયલ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાતના સમયે લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, ત્યારે એક દીપડો ઘુસી આવ્યો હતો. તેનાથી લગ્નમાં હડકંચ મચી ગયો હતો. લોકોએ તેની જાણકારી પોલીસને આપી હતી. સૂચના મળતા પોલીસ અને વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. લગ્ન સમારંભમાં ઉત્પાત મચાવનારા આ દીપાડના કારણે એક વન કર્મી ઘાયલ થઈ ગયો હતો.

દીપડાએ અફરાતફરી મચાવી દીધી

ડીસીપી વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું કે, લગ્ન દીપક કુમાક નામના એક સ્થાનિક રહેવાસીના બહેનના હતા. જેવી સૂચના મળી. એક પોલીસની ટીમ ઘટનાસ્થળે મોકલી દીધી અને વન વિભાગને પણ સૂચના આપવામાં આવી. એક અન્ય ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને મેરેજ હોલ ખાલી કરાવ્યો હતો. જ્યારે વન વિભાગે જંગલી જાનવરને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરુ કર્યું છે. ડીસીપીએ જણાવ્યું કે, મહેમાનો ભોજન કરી રહ્યા હતા, ત્યારે દીપડાએ એન્ટ્રી કરી હતી.

પોલીસ અને વન વિભાગની ટીમ આવી તો જોયું કે દીપડો મેરેજ હોલમાં બીજા માળે પહોંચી ગયો હતો. જ્યાં તૂટેલા ફર્નિચર પાછળ છુપાઈને બેઠો હતો. વન વિભાગની ટીમ દીપડા પાસે પહોંચી તો દીપડાએ તેમના પર હુમલો કરી દીધો.

આ પણ વાંચો: પૂંછમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Back to top button