Leo: વર્કિંગ ડેમાં પણ કરોડો કમાઇ રહી છે થલપતિ વિજયની લિયો
- લિયો ફિલ્મે તેની રિલીઝ સાથે ઘણી હિન્દી ફિલ્મોને હચમચાવી દીધી છે. આ સિવાય અન્ય ફિલ્મોનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. જવાનથી લઈને ગણપત સુધીની ફિલ્મોનો બિઝનેસ લિયો સામે ટકી શક્યો નથી.
લિયો તેની રિલીઝના પહેલા દિવસથી જ જબરજસ્ત કમાણી કરી રહી છે. 19 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે 6 દિવસમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. થલપતિ વિજયની ફિલ્મે પણ વિશ્વભરમાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મનું કલેક્શન દર્શાવે છે કે દર્શકો તેને પસંદ કરી રહ્યા છે.
લિયોએ તેની રિલીઝના પાંચમા દિવસે 35.19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેના છઠ્ઠા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. લિયો મંગળવારે 28 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 244.59 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.
લિયોનું ડે વાઇઝ કલેક્શન
પ્રથમ દિવસે 64.8 કરોડ
બીજા દિવસે 35.25 કરોડ
ત્રીજા દિવસે 39.8 કરોડ
ચોથા દિવસે 41.55 કરોડ
પાંચમા દિવસે 35.19 કરોડ
છઠ્ઠા દિવસે 28.00 કરોડ
કુલઃ 244.59 કરોડ
લિયોએ હિન્દી ફિલ્મોને માત આપી
વિજય થલપતિની ફિલ્મે તેની રિલીઝ સાથે ઘણી હિન્દી ફિલ્મોને હચમચાવી દીધી છે. લિયોની સામે અન્ય ફિલ્મોનો બિઝનેસ થંભી ગયો છે. શાહરૂખ ખાનની જવાનથી લઈને ફુકરે 3 અને ટાઈગર શ્રોફની તાજેતરમાં રિલીઝ થયેલી ગણપત પણ લિયો સામે નિષ્ફળ ગઈ છે.
લિયો એક કાફે માલિકની વાત
લિયોની સ્ટોરી વિશે વાત કરીએ તો, તે એક શાંત સ્વભાવના કાફે માલિકની વાર્તા છે, જે એક લોકલ હીરો બને છે. આ ફિલ્મમાં વિજય થલપતિ લીડ રોલમાં જોવા મળ્યા છે, જ્યારે બોલિવૂડ એક્ટર સંજય દત્તે વિલનની ભૂમિકા ભજવી છે. આ સિવાય ત્રિશા ક્રિષ્નન, ગૌતમ વાસુદેવ મેનન, મિસ્કીન, મન્સૂર અલી ખાન, જ્યોર્જ મરીન, પ્રિયા આનંદ અને મેથ્યુ થોમસ પણ ફિલ્મનો ભાગ છે.
આ પણ વાંચોઃ બદ્રી-કેદારના દર્શન બંધ થવાની તારીખ થઇ જાહેરઃ ત્યાં સુધી યાત્રા ચાલુ