લિયો OTT રિલીઝની ડેટ થઈ ફાઈનલઃ હવે ઘરે બેસીને જુઓ બ્લોકબસ્ટર
- લોકેશ કનગરાજના ડિરેક્શનમાં બનેલી થલપતિ વિજયની લિયો ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. વર્લ્ડવાઇડ 603 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરનારી આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.
આખરે ફેન્સના ઈંતઝારનો અંત આવ્યો છે. થલપતિ વિજય, સંજય દત્તા અને તૃષા સ્ટારર લિયોની OTT રિલીઝની તારીખ આવી ગઈ છે. આ બોક્સ ઓફિસ બ્લોકબસ્ટર ફિલ્મે વર્લ્ડવાઇડ 603.4 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે દેશમાં આ ફિલ્મે 339.85 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું છે. લોકેશ કનગરાજના ડિરેક્શનમાં મુળ તમિલમાં બનેલી ફિલ્મ લિયોને આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની જાહેરાત થઈ ચુકી છે.
છેલ્લા ઘણા અઠવાડિયાથી, ‘લિયો’ની OTT રિલીઝ વિશે અટકળો ચાલી રહી હતી. અગાઉ એવી માહિતી મળી હતી કે આ ફિલ્મ દિવાળીના દિવસે 16 નવેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ 21 નવેમ્બરે રિલીઝ થશે, પરંતુ હવે આજે OTT પ્લેટફોર્મમાં સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી છે કે લિયોનું સ્ટ્રીમિંગ આ અઠવાડિયે નેટફ્લિક્સ પર શરૂ થશે. સારી વાત એ છે કે આ ફિલ્મને હિન્દી સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરવામાં આવશે.
લિયો નેટફ્લિક્સ પર 24 નવેમ્બરે રિલીઝ થશે
OTT પ્લેટફોર્મ અને મેકર્સે તેમાં વધુ એક ટ્વિસ્ટ ઉમેર્યો છે. જ્યારે ‘લિયો’ દેશમાં 24 નવેમ્બરથી OTT પર રિલીઝ થઈ રહી છે, તે અન્ય દેશોમાં 28 નવેમ્બરે રિલીઝ થશે. આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી. જો કે, આ દરમિયાન એવા સમાચાર પણ છે કે આ ફિલ્મ ફરી એકવાર તમિલ ભાષી વિસ્તારોમાં 150 થિયેટર્સમાં રિલીઝ થઈ છે. એવું લાગી રહ્યું છે કે નિર્માતાઓ તેને OTT પર રિલીઝ કરતા પહેલા થિયેટરમાંથી મહત્તમ કમાણી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
Official : Leo OTT Release On Nov 24 th🔥#Leo @actorvijay pic.twitter.com/A8N4bWol6U
— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) November 20, 2023
આ ફિલ્મની સફળતાના બે ખાસ કારણો
થિયેટરોમાં ‘લિયો’ બ્લોકબસ્ટર રહી છે. તેનું એક મોટું કારણ થાલપતિ વિજયની ફેન ફોલોઈંગ છે, તો બીજું મોટું કારણ એ છે કે આ ફિલ્મ લોકેશ કનગરાજ સિનેમેટિક યુનિવર્સ એટલે કે LCU નો એક ભાગ છે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીમાં વધુ બે ફિલ્મો ‘કૈથી’ અને ‘વિક્રમ’ રિલીઝ થઈ હતી. ‘લિયો’માં વિજય લીડ રોલમાં છે તો તેની સાથે સંજય દત્ત વિલનની ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ અનુષ્કાનો સપોર્ટ જોઈને પાડોશી કૈટરિના પણ થાય છે ઈમ્પ્રેસ, જાણો શું કહ્યું?