લીંબુની પણ થઈ શકે છે એલર્જી? કોણે ન ખાવા જોઈએ લીંબુ?
- તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પરંતુ કોઈક વ્યક્તિને લીંબુની એલર્જી પણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ માટે લીંબુ યોગ્ય નથી. જાણો કોણે લીંબુનું સેવન ન કરવું?
HD ન્યુઝ ડેસ્કઃ લીંબુ એક એવું ફળ છે જેનો ઉપયોગ ડિટોક્સથી લઈને પાચન અને વજન ઘટાડવા માટે બહોળા પ્રમાણમાં થાય છે. તેનું કારણ છે તેના પોષક તત્વો, લીંબુમાં સાઇટ્રિક એસિડ તેમજ વિટામિન સી જેવા તત્વો હોય છે. જે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમને લીંબુ ખાવાથી કે લીંબુ પાણી પીવાથી નુકસાન થાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે કયા લોકોએ ભૂલથી પણ લીંબુ ન પીવું જોઈએ, નહીં તો તે આરોગ્ય માટે ખતરો બની શકે છે.
એસિડ રિફ્લક્સ અને અલ્સરના દર્દીઓ
લીંબુ એક એસિડિક ફળ છે અને તે લોકો માટે યોગ્ય છે જેમને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ અને પેપ્ટીક અલ્સર જેવી સમસ્યા હોય છે. લીંબુ ખાવાથી તેમને નુકસાન થઈ શકે છે. આ રોગોમાં લીંબુ ખાવાથી હાર્ટ બર્ન, એસિડ રિફ્લક્સ જેવી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે કાં તો લીંબુ ન ખાઓ અથવા તો તેને બહુ ઓછી માત્રામાં લો જેથી તેનાથી સમસ્યા ન થાય.
દાંતની સમસ્યા હોય તો લીંબુ ન ખાવ
જે લોકોના દાંત પરનું ઈનેમલ ઘસાઈ ચૂક્યું હોય અને દાંતમાં સેન્સિટિવીટીની તકલીફ રહેતી હોય તેવા લોકોએ લીંબુનો રસ કે લીંબુ ન ખાવું જોઈએ. ખાસ કરીને રોજ લીંબુના રસને પાણીમાં મિક્સ કર્યા વિના પીવાથી અથવા વધુ માત્રામાં ખાવાથી દાંતની સમસ્યાઓ વધી શકે છે.
લીંબુથી એલર્જી
બહુ ઓછા લોકોને લીંબુથી એલર્જી હોય છે, પરંતુ જો તેઓ લીંબુ જેવા ખાટા ફળ ખાય તો તેમને ખંજવાળ અને ફોલ્લીઓ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. અથવા હોઠ, જીભ કે ગળામાં સોજો આવી શકે છે. તેથી આવા લોકોએ લીંબુથી દૂર રહેવું જોઈએ.
દવાઓની અસર ઘટાડે છે
લીંબુ કેટલાક લોકોની દવાઓ પર પણ નકારાત્મક અસર કરે છે. લીંબુ લીવર એન્ઝાઈમ્સને અસર કરે છે જેના કારણે દવાઓનું ચયાપચય યોગ્ય રીતે થતું નથી.
કિડની સ્ટોનની સમસ્યા
લીંબુ જેવા ખાટા ફળો અને કેટલીક શાકભાજીમાં ઓક્સાલેટ હોય છે. આ સંયોજન કિડનીમાં પથરી બનાવવા માટે જવાબદાર છે. જે લોકોએ કિડનીની પથરીની સારવાર ચાલી રહી હોય અથવા કિડનીમાં પથરીનું જોખમ હોય તેઓએ લીંબુ જેવા હાઈ ઓક્સલેટ ખોરાક ન ખાવા જોઈએ.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી પહેલા જાણો ભારતના પ્રખ્યાત કૃષ્ણ મંદિર વિશે, હંમેશા રહે છે ભક્તોની ભીડ