વિધાનસભા ચૂંટણી 2022 : આજથી પ્રથમ તબક્કાની 89 બેઠક માટે દિગ્ગજ નેતાઓ ઉતરશે પ્રચાર માટે મેદાનમા
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ એવા સમયે હવે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીની જાહેરાતો કરી રહી છે. તેમજ દરેક પાર્ટીઓએ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જેમાં ઘણા ઉમેદવારોને ટીકીટ ન મળતા નારાજ થઈને પાર્ટી છોડી રહ્યું છે, તો કોઈ અન્ય પાર્ટી કે અપક્ષમાંથી ઉમેદવારી નોધાવી રહ્યું છે. તેમજ હવે દરેક પાર્ટીઓ પ્રચાર માટે મેદાને ઉતારી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરના દિવસો બાકી છે. આજથી ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો માટે શક્તિ પ્રદર્શન કરશે.જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ પ્રચાર માટે મોટા- મોટા નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. જેમાં કેન્દ્રીય નેતાઓ સહિત યૂપીના સીએમ યોગી વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ છે. ભાજપ આજથી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. રાજકોટમાં જેપી નડ્ડા અને સીઆર પાટીલ જનસભા સંબોધશે.
ભાજપના મોટા ગજ્જાના નેતાઓ પ્રચાર માટે ઉતરશે મેદાનમાં
આ મોટા ગજ્જાના નેતાઓ રાજકોટ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર પ્રચાર કરશે. જ્યારે મોરબી જિલ્લામાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધશે. ત્યારબાદ 20 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરતમ આવશે અને તેઓ ધોરાજી, અમરેલી, વેરાવળ અને બોટાદમાં જનસભા સંબોધશે.
આ પણ વાંચો :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવાયો
ગુજરાતમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર
સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે, ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરવાના છે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે ગુજરાતના વલસાડની મુલાકાત લેવાના છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન સભાઓ યોજશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે આપણી પણ એન્ટ્રી થઈ છે. ત્યારે એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા મથામણ કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને AAP પણ જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે મતદાતાઓ ક્યા પક્ષ પર વિશ્વાસ મુકીને વિઅજ્યી બનાવે છે, તે તો આવનારો સમય જ બતાવશે.