ગુજરાતટોપ ન્યૂઝ

ભરોસાની ભાજપ સરકારનો પ્રચાર કરવા રાજયની 182 વિઘાનસભામાં LED રથ રવાના

Text To Speech

આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજયના 182 વિઘાનસભામાં LED રથ(પ્રચાર વાહન)નું પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. આ રથ કેન્દ્ર અને રાજય સરકારની પાંચ વર્ષના કામની સિદ્ધીઓ અને વિવિધ યોજનાઓની માહીતી વિઘાનસભા દીઠ પહોંચાડશે. LED રથ ફ્લેગઓફ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માં, ગાંધીનગરનાં પ્રમુખ રૂચિરભાઈ ભટ્ટ, મેયર હિતેશભાઈ મકવાણા, પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશ દવે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાજીએ પત્રકાર પરિષદને સંબોઘી હતી.
રાજયના તમામ ગ્રામીણ વિસ્તારોને કવર કરવામાં આવશે

ગોરઘનભાઇએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભારતીય જનતા ગુજરાત પ્રદેશ પ્રજા સાથે સંવાદ કરવા વર્ષોથી વિવિધ યાત્રાઓ નીકાળી રહ્યા છે. આ વખતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે થકી રાજયના તમામ ગ્રામીણ વિસ્તારોને કવર કરવામાં આવશે અને રાજ્યની 144 વિઘાનસભા વિસ્તારમાં યાત્રા ફરશે. આજે જે LED રથને પ્રસ્થાન કરાવ્યું છે તે રથ આગામી ચૂંટણી સુઘી એક એક વિઘાનસભામાં મહોલ્લે-મહોલ્લે, ગામડે-ગામડે, શહેરે-શહેરે રાજય અને કેન્દ્ર સરકારના કામોનો રીપોર્ટ પ્રજા સમક્ષ રજુ કરશે.
કેન્દ્ર અને રાજ્યસરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચશે

રાજનીતિક જીવનમાં પ્રજાએ આપેલ મેન્ડેટ પછી પ્રજાની અપેક્ષા પર ખરા ઉતરવાની જવાબદારી સત્તા પક્ષની હોય છે. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ પ્રજાની સાથે પ્રજાની પડખે ઉભી રહીને સેવાકાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને તેના મહત્તમ લાભો લાભાર્થીઓને મળી રહે તે હેતુથી આ યાત્રાઓ તેમજ LED પ્રચાર રથનું ખુબ મહત્વ છે.

Back to top button