ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રાજકારણની પીચ છોડીને ફેશન શોમાં રેમ્પ વોક! આ કેન્દ્રીય મંત્રીઓ સામે મોડલ્સ પણ ફેલ, જૂઓ વીડિયો

  • કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુકાંત મજુમદારે નવી દિલ્હીમાં તેમની વિશેષ પ્રતિભા દેખાડી

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુકાંત મજુમદારે શનિવારે નવી દિલ્હીમાં તેમની વિશેષ પ્રતિભા દેખાડી હતી. તેમની પ્રતિભા જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. હકીકતમાં, બંને રાજકારણની પિચ છોડીને અષ્ટલક્ષ્મી મહોત્સવ ફેશન શોમાં રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા. બંને મંત્રીઓએ પ્રદેશની વાઇબ્રન્ટ ફેશનને પ્રોત્સાહન આપવા પરંપરાગત ઉત્તર-પૂર્વ શૈલીના જેકેટ પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું. અષ્ટલક્ષ્મી મહોત્સવમાં કારીગરોનું પ્રદર્શન, રાજ્ય-વિશિષ્ટ મંડપ સહિત અનેક કાર્યક્રમો યોજાય છે. તેનો ઉદ્દેશ્ય પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમમાં આર્થિક તકોને પ્રોત્સાહન આપવાનો છે.

જૂઓ વીડિયો

 

PM મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું 

આ ફેશન શો ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનો ભાગ હતો, જે ઉત્તર-પૂર્વ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય પ્રદેશના કાપડ ઉદ્યોગ, કારીગરી અને અનન્ય ભૌગોલિક સંકેત (GI) ઉત્પાદનોનું પ્રદર્શન કરવાનો છે. ફેશન શોમાં પ્રાદેશિક શૈલીઓ દર્શાવવામાં આવી હતી, જેમાં ઉત્તર-પૂર્વની ફેશનને કેન્દ્રમાં રાખવામાં આવી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શેર કર્યો પોતાનો અનુભવ

જ્યોતિરાદિત્ય સિંધિયા, જેઓ પૂર્વોત્તર ક્ષેત્રના સંચાર અને વિકાસ પ્રધાનનો હોદ્દો પણ ધરાવે છે, તેમણે કહ્યું કે આ પ્રસંગ સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી છે. રેમ્પ પર વોક કરતી પોતાની તસવીરો શેર કરતા તેણે X પર લખ્યું કે, પૂર્વોત્તર ભારતની જીવંત શૈલીઓનું પ્રદર્શન કરતા ફેશન શોમાં સારો સમય પસાર કર્યો! દરેક રાજ્યને પ્રતિભાશાળી કલાકારો અને મોડેલ્સ દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.”

અષ્ટલક્ષ્મી ઉત્સવ શું છે?

અષ્ટલક્ષ્મી મહોત્સવમાં કારીગર પ્રદર્શનો, રાજ્ય-વિશિષ્ટ મંડપ, ટેકનિકલ સત્ર અને રોકાણકાર સંમેલન સહિત અનેક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરંપરાગત હસ્તકલા, હાથશાળ, કૃષિ ઉત્પાદનો અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં આર્થિક તકોને પ્રોત્સાહન આપવાનો છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમને ‘અષ્ટલક્ષ્મી’ અથવા સમૃદ્ધિના આઠ સ્વરૂપો કહેવામાં આવે છે. તેઓ ભારતના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક માળખામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આ મહોત્સવ જીવંત સંગીતમય પ્રદર્શન અને સ્વદેશી ભોજન દ્વારા પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ પ્રદર્શિત કરે છે. સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને આર્થિક તકોના અનોખા મિશ્રણ સાથે, અષ્ટલક્ષ્મી ઉત્સવ પૂર્વોત્તર ભારત માટે એક મુખ્ય પ્રસંગ બનવા માટે તૈયાર છે.

આ પણ જૂઓ: આવાસ, આરોગ્ય અને અન્ન-રાશન જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથીઃ અમિત શાહ

Back to top button