‘એનિમલ’ અવતાર છોડીને રણબીર કપૂર ચોકલેટ બોય લુકમાં જોવા મળ્યો


1 ફેબ્રુઆરી 2024: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
રણબીર કપૂર નવા લુકમાં જોવા મળ્યો
રણબીર કપૂર એનિમલમાં લાંબા વાળ અને દાઢી સાથે જોવા મળ્યો હતો. તેનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેણે પોતાનો લુક બદલી નાખ્યો છે.રણબીરે ક્લીન શેવ કરાવ્યો છે. રણબીર કપૂર એરપોર્ટ પર નવા લુકમાં જોવા મળ્યો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રણબીરને ક્લીન શેવન જોઈને લોકોને લાગી રહ્યું છે કે આ તેની આગામી ફિલ્મ માટે તેનો લુક છે.
રણબીર કપૂર ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની લવ એન વોરમાં જોવા મળશે.આ ફિલ્મની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે.
લવ એન વોરમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે.
રણબીરના એનિમલ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.