ગુજરાતટોપ ન્યૂઝ

ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે જાણો ત્રણ રથના નામ અને તેનું મહત્વ

Text To Speech

બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા..ત્યારે આજે જાણીએ આ ત્રણેય રથના નામ અને તેનું મહત્વ..

Jagnnath
ભગવાન જગન્નાથજી

પહેલો રથ નીલ માધવનો

રથયાત્રામાં પહેલો રથ નીલ માધવનો હોય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નીકળે છે તે રથ નંદિઘોષના નામે ઓળખાય છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે પ્રભુના તમામ અશ્વ રંગ સફેદ છે અને તેમના રથના દારુકાજી સારથી છે. જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.

બહેન સુભદ્રા

બીજો રથ કલ્પધ્વજ સુભદ્રાજીનો

બીજો રથ કલ્પધ્વજના નામથી ઓળખાય છે. આ રથમાં સુભદ્રાજી સવાર થાય છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે. સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાંનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે.

ત્રીજો રથ તલધ્વજ બળભદ્રજીનો

રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી, તેમના રથનું નામ છે તલધ્વજ આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી. જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય નવ દેવતા છે. રથમાં બિરાજીત પ્રભુના ભક્તજનોને દર્શન દેવા નીકળે છે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. નાથનાં આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે. આવેલાં પ્રભુના દર્શન કરી ભક્ત જનો ધન્યતા અનુભવે છે

Back to top button