આ 10 તસવીરમાં જાણો સમ્રગ IPLની સફર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પૂરી થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સિઝનમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. લગભગ બે મહિના સુધી ચાલેલી આ IPLમાં એવી ઘણી ક્ષણો આવી, જ્યાં ચાહકોએ ખૂબ જ મજા કરી. IPL2022ની સિઝન કેવી રહી? 10 તસવીરોમાં જાણો આખી સિઝનની ઝલક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ સિઝનમાં ખરાબ ફોર્મમાં હતો, આ સિઝનમાં તે ત્રણ વખત શુન્ય પર આઈટ થયો હતો. આ ઉપરાંત સિઝનમાં બે વખત તે સતત શુન્ય પર આઈટ થયો હતો
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ સિઝનમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો હતો. રોહિત શર્માએ આ સિઝનમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી. તથા રોહિતે આ સિઝનમાં 268 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ 20થી પણ ઓછી હતી.
ઉમરાન મલિક જમ્મુકાશ્મીરનો રહેવાસી છે. તેમણે આ સિઝનમાં ધમાલ મચાવી હતી. તેમણે સતત 140 થી 157 KMPHની ઝડપે બોલિંગ કરી હતી. ઉમરાન મલિકે સતત 14 મેચમાં સૌથી ઝડપી બોલ ફેંકનારનો એવોર્ડ પણ જીત્યો.
ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા આ સિઝનમાં હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ટીમ ચેમ્પિયન બની હતી. આ દરમિયાન એક તસવીર હેડલાઈન્સમાં હતી, જેમાં આશિષ નેહરા હાથમાં કાગળ લઈને બેઠા છે.
યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં હેટ્રિક તથા પર્પલ કેપ પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે શ્રેયસ અય્યર, શિવમ માવી, પેટ કમિન્સને આઉટ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હેટ્રિક લીધી હતી. તેમણે આ સિઝનમાં 27 વિકેટ લીધી હતી.
26 એપ્રિલે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે મેચ થઈ હતી, ત્યારે રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો. રાજસ્થાનની ઇનિંગ્સના અંત પછી બંને સામસામે આવી ગયા હતા, જે દરમિયાન બાકીના ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.
દિલ્હી કેપિટલ્સનો ડેવિડ વોર્નર આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. સ્પોર્ટ્સ ઉપરાંત, ડેવિડ વોર્નર, જે તેની રીલ્સ માટે જાણીતા છે..મેચ જીત્યા બાદ પણ ડેવિડ વોર્નરે પુષ્પા સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ રિષભ પંત સાથેનો તેનો ફોટો વાયરલ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સને જીતની જરૂર હતી. મુંબઈ છેલ્લું.મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ વિરાટ કોહલીનો ડાન્સ વાયરલ થયો હતો