હેલ્થ

વજન અને પેટની ચરબી ઓછી કરવાની સરળ ટિપ્સ વિશે જાણો

Text To Speech

કોઇ પણ નોકરી કરનાર વ્યક્તિ કે કર્મચારી પોતાના કામના વર્કલોડ, આળસ અને અન્ય કારણોને લીધે પોતાના શરીરની કાળજી સારી રીતે લઇ શકતા નથી. આ સિવાય જંક ફૂડ અથવા વધારાની કેલરી ખાવાથી તેમનું વજન વધે છે. બિનજરૂરી ચરબી કેવા પ્રકારના જીવલેણ રોગોને જન્મ આપી શકે છે તે ધ્યાનમાં રાખીને, આપણે સમજવું જોઈએ કે જો વ્યક્તિ સુખી લાંબુ જીવન જીવવા માંગતી હોય તો તેને સ્વસ્થ શરીર જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે.

શરીરનો પેટનો વિસ્તાર એ જગ્યા છે જ્યાં મોટાભાગની ચરબી સંગ્રહિત થાય છે. જેનાથી આપણને શરમ પણ આવે છે અને સાથે સાથે હેરાન પણ થઇએ છીએ, છેવટે, કોણ ઇચ્છે છે કે તેમનું પેટ તેમના શર્ટ અથવા ટોપમાંથી બહાર નીકળે? જેથી અમે આજે શરીરની અથવા પેટની ચરબી ઘટાડવામાં તમારી મદદ કરવા માટે, કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમારે અનુસરવી જોઈએ.
પેટની ચરબી ઘટાડવા માટે વધારે વખત નાનુ નાનુ ભોજન કરો:તમારા ખોરાકના સેવન પર ધ્યાન રાખવુ મહત્વપૂર્ણ છે કારણ કે તે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે જેમ કે પ્રોટીનનું સેવન વધારવું અથવા વજન ઘટાડવા માટે કાર્બોહાઇડ્રેટ્સ મર્યાદિત કરવું. પાચનમાં મદદ કરવા અને તમારા શરીર પરનો તણાવ ઓછો કરવા દર 3-4 કલાકે નાનું ભોજન લેવાની ભલામણ કરવામાં આવે છે. તમે ઓછી કેલરીવાળો ખોરાક પસંદ કરીને પેટની ચરબી ઘટાડી શકો છો.

વજન ઘટાડવા માટે પુષ્કળ પાણી પીવો:પાણી પીવાથી તમારી સિસ્ટમને સાફ કરીને અને તમારા શરીરમાંથી ઝેર દૂર કરીને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. પુષ્કળ પાણી પીવાથી તમને તમારા એકંદર ખોરાકનો વપરાશને ઘટાડવામાં અને તમારી ભૂખ મર્યાદિત કરવામાં પણ મદદ મળશે. આમ કરવાથી વજન અને પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ નીવડશે. દરરોજ 6-8 ગ્લાસ પાણી પીવાનું ફિક્સ કરી દો.

ખાવાની આદતોમાં સુધારો કરો:લોકોની વિચારધારા છે કે, માત્ર કસરત કરવાથી આપણા શરીરની ચરબી ઘટી શકે છે, પણ તેના કરતા, ચરબીનું નુકશાન આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના પર ઘણો આધાર રાખે છે. આપણા શરીરને પ્રોટીનની સાથે સાથે ફાઈબરની પણ જરૂર હોય છે. તમારા શુદ્ધ ખાંડના સેવનને ઘટાડવાથી પણ તમારા શરીરની ચરબીમાં ફેરફાર થઈ શકે છે. ઓટમીલ અને અન્ય ઉચ્ચ ફાઇબર કાર્બ્સ સ્વસ્થ બ્લડ શર્કરાના સ્તરને બનાવવતા વજન ઘટાડવામા મદદ કરે છે.

દારૂનું સેવન ટાળો:અતિશય આલ્કોહોલનું સેવન પેટની ચરબીમાં વધારો સાથે સંકળાયેલું છે. જો તમે તમારુ વજન ઘટાડવા માંગતા હોય, તો મધ્યમ માત્રામાં આલ્કોહોલ પીવાનું અથવા સંપૂર્ણપણે છોડી દેવાનું વિચારો, જે તમારી ચરબી ઘટાડવામાં મદદરૂપ નીવડશે.

પૂરતી ઊંઘ લો:ઊંઘની અછત એ વજન વધવાની મોટી તક સાથે સંબંધિત છે. જો તમે વજન ઘટાડવા અને તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હો, તો પૂરતી ઉચ્ચ-ગુણવત્તાવાળી ઊંઘ લેવી જોઇએ, કામનો લોડ અને સમય ન મળવાના કારણે પુરતી ઊંઘ નથી લઇ શકાતી, તો પહેલાં શરીરને પૂરતી ઊંઘ આપો.

Back to top button