વોશિંગ મશીનમાં સફેદ કપડા ધોવાની રીત જાણી લો, ચમક પાછી આવશે


- કેટલાક લોકો મશીનમાં સફેદ કપડા ધોવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે વોશિંગ મશીનમાં સફેદ કપડાં બરાબર ધોવાતા નથી. જો તમે પણ આવું વિચારતા હોવ તો જાણી લો સફેદ કપડા ધોવા માટેની કેટલીક સરળ ટિપ્સ
આજકાલ લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીન જોવા મળે છે. સમયની સાથે બદલાતી જતી ટેકનોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે. આજે વિચારીએ તો ખ્યાલ આવે કે જે કામ માટે આપણે એકાદ કલાક જેટલો સમય અને એનર્જી બગાડતા હતા તે મશીન આરામથી કરી આપે છે. કલરફૂલ કપડા તો વોશિંગ મશીનમાં ચકાચક થઈ જાય છે, પરંતુ ઘણી વખત સફેદ કપડાં સારા થતા નથી. કેટલાક લોકો મશીનમાં સફેદ કપડા ધોવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે વોશિંગ મશીનમાં સફેદ કપડાં બરાબર ધોવાતા નથી. જો તમે પણ આવું વિચારતા હોવ તો જાણી લો સફેદ કપડા ધોવા માટેની કેટલીક સરળ ટિપ્સ
વોશિંગ મશીનમાં સફેદ કપડાં કેવી રીતે ધોશો?
- સફેદ કપડા ધોતા પહેલા વોશિંગ મશીન હંમેશા ક્લીન કરવું જોઈએ
- જ્યારે પણ તમે સફેદ કપડા ધુઓ ત્યારે નવા પાણીનો ઉપયોગ કરો અને તેમાં અન્ય કલરના કપડા ન ભેળવો
- સફેદ કપડા પર કોઈ મોટો ડાઘ હોય તો તેને હાથથી જ ઘસીને સાફ કરો
- વોશિંગ મશીનમાં સફેદ કપડા નાખતા પહેલા તેને અડધો કલાક ડિટરજન્ટના પાણીમાં પલાળી રાખો
- મશીનમાં સફેદ કપડા ધુઓ ત્યારે ધ્યાન રાખો કે તેમાં કલર ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો
આ રીતે સફેદ કપડા પરના ડાઘ દૂર કરો
જો સફેદ કપડા પર જિદ્દી ડાઘ હોય તો ધ્યાન રાખો કે વોશિંગ મશીનમાં ધોવાથી તે નહીં જાય. આ માટે એક ડોલમાં પાણી લો અને તેમાં 2 ચમચી ખાવાનો સોડા અને 2 ચમચી વિનેગર નાખીને મિક્સ કરો. સફેદ રંગના કપડાને તેમાં ડુબાડીને થોડી વાર રહેવા દો, જેથી ડાઘ દૂર કરવામાં સરળતા રહે. ત્યારબાદ તેને બ્રશ અથવા હાથથી ઘસીને ડાઘને દૂર કરો. થોડા સમયમાં જ ડાઘ સાફ થઈ જશે.
આ પણ વાંચોઃ ઓસ્કાર જીતવા લાયક સ્ટોરી! દિલ્હી પોલીસે રમૂજી અંદાજમાં આપ્યો મહત્વપૂર્ણ સંદેશ