હેલ્થ

શરીરને સ્વસ્થ રાખવા વિટામીન-સી કેટલું જરૂરૂ છે જાણો

Text To Speech

વિટામીન સી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપને કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિટામિન સી ત્વચાને લગતી ઘણી બીમારીઓને લઈને સાથે જ ત્વચાને સ્વસ્થ રાખવામાં ઘણી જ મદદ કરે છે. વિટામિન સીને એલ એસ્કોર્બિટ એસિડ અથવા એલ એક્સોબેટ પણ કહેવામાં આવે છે. વિટામીન સી ફળો અને શાકભાજીમાંથી મળે છે, ત્યારે વિટામિન સીનો સપ્લીમેન્ટ્સના રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે.

શરીરમાં વિટામીન સી કેટલુ જરૂરી છે જાણો
વિટામિન સી એક ઓર્ગેનિક તત્વ છે અને પાણીમાં તે સરળતાથી ગળીને મિક્સ થઈ શકે છે. આ જ કારણે જ્યારે પણ તમે વિટામીન સીનું સેવન કરો ત્યારે તે શરીરમાં પણ સરળતાતી ઓગળી જાય છે. વિટામીન સીનું નિયમિત યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તી, એનર્જી અને રોગો સામે રક્ષણ મેળવવા માટે શરીર સક્ષમ બને છે. આ સાથે જ વિટામીન સીનુ પુષ્કળ પ્રમાણમાં સેવન કરવાથી હૃદય સંબંધિત અનેક ગંભીર બીમારીઓનું જોખમ પણ દૂર થાય છે. વિટામિન સીના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો તે હાડકાં, પેટ, રક્તવાહિનીઓ વગેરેને પણ સ્વસ્થને મજબૂત બનાવે છે.

શરીરમાં વિટામીન સીનું કેટલું પ્રમાણ હોવું જોઈએ
મહિલાઓની વાત કરવામા આવે તો તેમણે પ્રતિદિવસ લગભગ 75 મિલીગ્રામ વિટામીન સી યુક્ત પદાર્થોનુ સેવન કરવું જોઈએ. પુરુષોને લગભગ 90 મિલીગ્રામ વિટામીન સી લેવાની જરૂર હોય છે.

વિટામીન સીની પૂર્તિ માટે ખાઓ આ ફુડ્સ
શરીરની નબળાઈ દૂર કરવા માટે નટ્સનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યારે તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. નટ્સના સેવન માટે તમારે તેને આખી રાત પાણીમાં પલાળીને રોજ સવારે તેનું સેવન કરવું જોઈએ. કે નારંગીનુ સેવન આપણા સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન સીનુ ભરપુર પ્રમાણ જોવા મળે છે. સંતરા કે નારંગીના રાજીંદા સેવનથી ડાયાબિટીસનો પણ ખતરો રહેતો નથી. તમારે દૈનિક 2 નારંગીનુ સેવન કરવું જોઈએ.

Back to top button