ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલફોટો સ્ટોરીહેલ્થ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત આરોગ્ય વન વિશે જાણો અને જુઓ કેટલીક તસવીરો

Text To Speech

 નર્મદાઃ “ભારત દેશ વિવિધતામાં એકતાનો ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેનાં મૂળ ભારત દેશના ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વિભાવનામાં રહેલા છે, જેનો અર્થ થાય છે સમગ્ર સૃષ્ટિ એ મારું કુટુંબ છે. 1947માં ભારત દેશ સ્વતંત્ર થયો એ વેળા લગભગ 562 જેટલાં નાનાં-મોટાં રજવાડાઓમાં વહેંચાયેલો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલે દૃઢ નિશ્ચયબદ્ધતા થકી એ રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. પરિણામે આજના અખંડ ભારતનું સર્જન થઇ શક્યું છે. દેશને તેમણે નવો આકાર આપ્યો છે. સરદાર પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે. એ હેતુથી તેમના વિશેષ સ્મારક રૂપે વિરાટ પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બનાવવામાં આવ્યું છે. એકતાનગરના વિવિધ આકર્ષણો પૈકીનું એક એટલે આરોગ્ય વન. આજની આ શબ્દ યાત્રામાં જાણો આરોગ્ય વન વિશે અને તેની કેટલીક સુંદર તસવીરો જુઓ…

માનવે પ્રાગ ઐતિહાસિક સમયથી ઓષધીય વનસ્પતિનો ઉપયોગ કરતો આવ્યો છે. આધુનિક તેમજ આયુર્વેદ જેવી પરંપરાગત ઔષધીય પ્રણાલીઓનો કેટલીક ચોકકસ બીમારીના ઇલાજ માટે પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે. આ ઔષધીય વનસ્પતિના મહત્ત્વને ધ્યાને રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આરોગ્ય વન (ઔષધીય ઉદ્યાન) તૈયાર કરવામાં આવ્યુ છે. જે, 17 એકર વિસ્તારમાં ફેલાયેલુ છે. આરોગ્ય વનમાં વ્યાપક પ્રમાણમાં ઔષધીય વનસ્પતિ અને આરોગ્ય લક્ષી લેન્ડસ્કેપ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એકતા નગર ખાતે આ આકર્ષણનો ઉદેૃશ માનવ અસ્તિત્વની સુખાકારીમાં વનસ્પતિની ભૂમિકાના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવાનો છે. વ્યકિતની સ્વાસ્થ્ય સુખાકારી માટે જરુરી એવા યોગ, આયુર્વેદ અને ધ્યાનનને  ખાસ  મહત્વ આપ્યુ છે.

આરોગ્ય વનના પ્રવેશ દ્રારે સૂર્ય નમસ્કારના માનવકદના 12 પોસ્ટર મુકવામાં આવ્યા છે. તંદુરસ્ત જીવન માટે દૈનિક જીવનમાં આચરણમાં મુકવાની આ કસરતો યોગનું મહત્ત્વ સમજાવે છે. રોજબરોજના જીવનમાં ઔષધીય વનસ્પતિના મહત્ત્વઅને તેની વિરાસતથી મુલાકાતીઓ પરિચિત થાય તે માટે ડીઝીટલ ઇન્ફોર્મેશન સેન્ટર પણ ઊભુ કરાયું છે. આરોગ્ય વન ખાતે અનોખુ આકર્ષણ તો છે ’’ઔષધ માનવ’’. આ આરામની મુદ્રામાં ત્રિપરિપાણમાં મહાકાય માનવ આકૃતિ છે. આ આકૃતિમાં દરેક માનવ અંગ લાભકારી ઔષધીય વનસ્પતિ સાથે દર્શાવવામાં આવ્યા છે. એટલે માનવ શરીરના ખાસ ભાગ પર સંબંધિત ઉપચારાત્મક વનસ્પતિઓ એ રીતે ઉગાડવામાં આવી છે જેથી મુલાકાતીને ખાસ માનવ અંગને ઉપયોગી ઔષધીય વનસ્પતિની જાણકારી મળી રહે.

આરોગ્ય વનમાં પાંચ ઉદ્યાન છે- રંગોનું ઉદ્યાન, અરોમા ઉદ્યાન, યોગ ઉદ્યાન, એલ્બા ગાર્ડન અને લેટીઆ ઉદ્યાન.

આંતરિક લેન્ડસ્કેપના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવા ઇન્ડોર વનસ્પતિ વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે. આંતરિક લેન્ડસ્કેપીંગ શાંત અને મોહક વાતાવરણ ઊભુ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવા વાતાવરણમાં વ્યકિત આરામથી ટહેલવા પ્રેરાય છે.  પરંપરાગત સારવાર પ્રણાલીને તેના મુળભૂત સ્વરૂપમાં સમજવા અને તેને આબેહુબ આરોગ્ય વન ઊભું કરવા ગુજરાત વન વિભાગે કેરલના સાંધીગીરી આશ્રમનો સહકાર મેળવ્યો છે. સાંધીગીરી આશ્રમ 60 કરતાં વધુ વર્ષથી આયુર્વેદ, સિદ્ધા અને યોગની પ્રાચીન સારવાર પ્રણાલી સાથે જોડાયેલું છે.

ઔષધીય ઉદ્યાન આરોગ્ય વનમાં વાગતું સંગીત મુલાકાતીઓને ઉષ્ણકટિબંધના જંગલોના વાતાવરણની અનુભૂતિ કરાવે છે.પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય ઔષધી વન્સ્પતિઓનું મહત્વ સમજે છે. પ્રાચીન કાળથી જ પારંપારિક ચિકિત્સા પદ્ધતિ જેવી કે આયુર્વેદ કે પછી આધુનિક તબીબી પદ્ધતિમાં આરોગ્યના જતન માટે, સારવાર માટે કે પછી થેરેપીઝ જેમ કે મસાજ વગેરે માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે.

આ ઔષધી વન્સ્પતિના મહત્વને સમજવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકમાં જ 17 એકરની જમીન પર આરોગ્ય વન ઊભું કરાયું છે. આ વનમાં મોટા પ્રમાણમાં ઔષધી વનસ્પતિ અને આરોગ્ય સંબંધિત વિવિધ લેન્ડસ્કેપ્સ રજૂ કરાયા છે. આ ઉદ્યાનનો મુખ્ય હેતુ મનુષ્યના આરોગ્યમાં આ ઔષધી વન્સ્પતિના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત યોગ પર પણ ભાર મૂકાયો છે. આયુર્વેદ અને ધ્યાન એ મનુષ્યના જીવનના મહત્વનો ભાગ છે.

Back to top button