‘રોડ હિપ્નોસિસ’વિશે જાણોઃ થાકેલાં હોવ કે અપૂરતી ઉંઘ લીધી હોય અને જો તમે ડ્રાઈવ કરતા હોય તો તે જોખમી છે
કોઈપણ વ્યક્તિ થાકેલો હોવ કે પછી અપૂરતી ઊંઘ લીધી હોય અને ડ્રાઇવ કરે તો તે ઘણું જોખમી છે. મગજ વગર પણ આંખો રસ્તા પર પોતાનું કામ કરી લે છે, પણ આંખ મંદ પડે ત્યારે જોખમ ઊભું થાય છે. ડ્રાઇવિંગ દરમિયાન સૌથી મોટા દુશ્મન મોબાઇલ ફોન, શરાબ અને ઊંઘ છે, ‘રોડ હિપ્નોસિસ’ નહીં. પૂરતી ઊંઘ બાદ જ ડ્રાઇવ કરવું જોઈએ. થાકને ટાળવા વાહનચાલકે દર બે-ત્રણ કલાકે બ્રેક લેવો જોઈએ.
‘રોડ હિપ્નોસિસ’ કોને કહેવાય ?
હિપ્નોસિસ દરમિયાન માણસ અજાગ્રતપણે ચોક્કસ કાર્યમાં રત રહે છે. હિપ્નોસિસની અસર ખતમ થયા બાદ તેને યાદ પણ નથી હોતું કે, પોતે કોઈ કાર્યમાં કેટલો તલ્લીન હતો. હિપ્નોસિસ એટલે કે સંમોહન એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. માણસનું પૂરું ધ્યાન ફક્ત એક કાર્યમાં કેન્દ્રીત થઈ જતુ હોય, અને બાકીની તમામ હલચલ વિશે તે અજાણ હોય ત્યારે તે સંમોહિત થયેલો કહેવાય. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ‘રોડ હિપ્નોસિસ’ અંગેનો એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોના મનમાં કુતુહલ સર્જાયું છે કે, કોઈ પણ માણસ હિપ્નોસિસ દરમિયાન કેવું વર્તન કરે છે.વર્ષ 1920માં સંશોધકોએ તારણ કાઢયું હતુ કે, વાહનચાલકો ખુલ્લી આંખે નિદ્રામાં સરી પડતા હોય છે અને તે છતાં વાહન સુરક્ષિત રીતે ચલાવે રાખે છે. જેને 1963માં ‘હાઇ-વે હિપ્નોસિસ’ નામ આપવામાં આવ્યું હતુ.
‘હાઇ-વે હિપ્નોસિસ’ એ આપણાં માનસની સામાન્ય પ્રક્રિયા છે તેવું કારણ આધુનિક સંશોધનો આપી રહ્યા છે.મનમાં ઘરના કામની વસ્તુઓની યાદી તૈયાર કરતાં કરતાં અથવા ઓફિસ મિટિંગનું પ્લાનિંગ કરતાં કરતાં વાહન ચલાવવામાં કોઈ જોખમ હોતું નથી. તે રીતે સમાધિ જેવી અવસ્થામાં પણ સુરક્ષિત ડ્રાઇવિંગ થાય છે. મોટાભાગનાં લોકો અન્ય ખ્યાલોમાં કે શૂન્યમનસ્ક થઈને જ વાહન ચલાવે છે. ગાડીમાં ગમતુ સંગીત વાગતુ હોય તો વ્યક્તિ એમાં તલ્લીન થઈ કેટલીએ કલ્વનાઓની દુનિયામાં શરી પડે છે. અને રસ્તા પર મસ્તીથી વાહન ચલાવે રાખે છે. જાગ્રતપણે ધ્યાન રાખીને વાહન ચલાવનાર મોટાભાગે શીખાઉ ડ્રાઇવર હોય છે. ફક્ત ડ્રાઇવિંગ નહીં, કોઇપણ હુનરમાં તમે જેટલા વધુ અનુભવી હોવ એટલા વધુ બેધ્યાન રહીને એ કાર્ય કરી શકો.
- તાજેતરમાં સોશિયલ મીડિયામાં ‘રોડ હિપ્નોસિસ’ અંગે મેસેજ વાયરલ થઈ રહ્યો છે
શું છે રોડ હિપ્નોસિસ (ROAD HYPNOSIS ) જાણો
રોડ હિપ્નોસિસ એક શારીરિક સ્થિતિ છે જેનાથી મોટાભાગના ડ્રાઇવરો અજાણ હોય છે
રોડ હિપ્નોસિસ રસ્તા પર ડ્રાઇવિંગ ના 2.5 કલાક પછી શરૂ થાય છે,હિપ્નોસિસ ચાલકની આંખો ખુલ્લી હોય છે,પરંતુ મગજ શું જુએ છે તેનું રેકોર્ડિંગ અને વિશ્લેષણ કરતું નથી.
રોડ હિપ્નોસિસ મા તમારી સામે પાર્ક કરેલા વાહન અથવા ટ્રકને પાછળના ભાગમાં ક્રેશ થવાનું નંબર એક કારણ છે
રોડ હિપ્નોસીસવાળા ડ્રાઈવરનેઅથડામણની ક્ષણ સુધી છેલ્લી 15 મિનિટનું કંઈ યાદ નથી.તે વિશ્લેષણ કરી શકતો નથી કે તે કેટલા કિમીની ઝડપે જઈ રહ્યો છે,અથવા તેની સામેની કારની ઝડપ, સામાન્ય રીતે અથડામણ દરમ્યાન 140 કિમીથી વધુ હોય છે
રોડ હિપ્નોસીસથી પોતાને બચાવવા માટે, દર 2.5 કલાકે રોકાવું, ચાલવું,ચા કે કોફી પીવી જરૂરી છે
ડ્રાઇવિંગ કરતી વખતે ચોક્કસ સ્થળો અને વાહનોની નોંધ લેવી અને યાદ રાખવું જરૂરી છે
જો તમને છેલ્લી 15 મિનિટનું કંઈપણ યાદ ના હોય,તો તેનો અર્થ એ કે તમે તમારી જાતને અને મુસાફરોને મૃત્યુ તરફ લઈ જઈ રહ્યા છો
રોડ હિપ્નોસીસ રાત્રે વધુ વખત થાય છે અને જો મુસાફરો પણ સૂતા હોય તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે
ડ્રાઈવરે થોભવું જોઈએ, દર 2.5 કલાકે 5-6 મિનિટ ચાલવું જોઈએ
આંખ ખુલ્લી હોય પણ મગજ બંધ હોય તો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે