ફોટો સ્ટોરીમનોરંજનલાઈફસ્ટાઈલ

જાણો કેકે અને જ્યોતિની લવ સ્ટોરી અને કેટલીક અનસુની વાતો વિશે…

Text To Speech

53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે હવે આ દુનિયામાં નથી. કેકેનું 31 મેના રોજ કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ લાઇવ શોમાં પર્ફોર્મ કરતાં હતાં અને પર્ફોર્મન્સ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યાં હતાં. કેકેના આકસ્મિક અવસાનથી દેશભરના ચાહકો તથા સેલેબ્સને આઘાત લાગ્યો છે.

પ્રેમને પામવા કરી સેલ્સમેનની નોકરી
સિંગર કેકેનું પૂરું નામ કૃષ્ણ કુમાર કુન્નાથ છે. તેમણે વર્ષ 1991 માં તેની બાળપણની પ્રેમિકા જ્યોતિ લક્ષ્મી કૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન સમયે કેકે બેરોજગાર હતો. જ્યારે જ્યોતિ સાથે લગ્ન કરવા માટે તેણે સેલ્સમેનની નોકરી પણ કરી હતી. આ વાતની પુષ્ટિ તેને ખુદ ‘ધ કપિલ શર્મા શો’માં કરી હતી. કેકેએ જણાવ્યું હતું કે, ‘જ્યોતિ સાથે લગ્ન કરવા માટે તેણે સેલ્સમેનની નોકરી પણ કરી હતી. તેના સાસરીયા વાળાની ઈચ્છા હતી કે, કેકે નોકરી કરે ત્યારબાદ જ બંનેના લગ્ન થાય. કે.કે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં માત્ર એક જ છોકરીને ડેટ કર્યું છે અને એ મારી પત્ની જ્યોતિને. હું અને જ્યોતિ છઠ્ઠા ધોરણમાં એકબીજાને મળ્યા હતા. ત્યારે હું ખૂબ જ શરમાળ છોકરો હતો. હું જ્યોતિને યોગ્ય રીતે ડેટ પણ કરી શક્યો નહીં. મારા બાળકો ક્યારેક મને આ વિશે ખૂબ ચીડવતા હતા.

નાનપણથી ગાવાનો શોખ
કેકેને નાનપણથી ગાવાનો શોખ હતો. કેકેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બીજા ધોરણમાં ભણતાં ત્યારે પહેલી વાર પર્ફોર્મ કર્યું હતું. સ્કૂલમાં સિંગિંગની ટ્રેનિંગ મળી હતી. પછી તે બીજી સ્કૂલ્સમાં જઈને પણ પર્ફોર્મ કરતાં હતાં. ત્યારે કેકે માટે સ્કૂલ હોય કે કોલેજ દરેક વખતે સિંગિંગ કોમ્પ્ટિશનમાં પ્રથમ ઈનામ મળતું હતું. કોલેજમાં તેમને પૈસા પણ મળતા હતા. કિરોડીમલમાં તેમને પહેલી વાર ફર્સ્ટ પ્રાઇઝના 1500 રૂપિયા મળ્યા હતા. તેમણે દૂરદર્શનમાં પણ શો કર્યો હતો. કોલેજમાં ત્રણ રૉક બેન્ડ બનાવ્યા હતા. આ તમામના મ્યૂઝિક અલગ અલગ રહેતા હતા. એકમાં ક્લાસિક રૉક, બીજામાં નિયો રૉક તથા ત્રીજામાં પોપ રૉક હતું. દિલ્હીમાં તેમના ત્રણેય રૉક ખુબ લોકપ્રિય હતા.

 

ફાઈલ ફોટો

કેકે નામ કેવી રીતે પડ્યું?
એક ઇન્ટરવ્યૂમાં કેકેએ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તે દિલ્હીમાં હતાં તો લોકો તેમને કેકે જ કહેતા હતા. મુંબઈ આવીને જાહેર જીવનમાં કૃષ્ણ કુમાર નામ ઉપયેગમાં લેવાનું વિચાર્યું હતું. જોકે, મુંબઈમાં લોકો એમ જ કહેતા કે કોણ કૃષ્ણ કુમાર, પેલો દિલ્હીથી આવ્યો છે તે કેકે. પછી વિચાર્યું કે બે નામથી લોકો કન્ફ્યૂઝ થાય છે તેથી હવે કેકે નામ જ રાખીશ.

કેકે એ પોતાની કરિયરની શરૂઆત આલ્બમ ‘પલ’ ૧૯૯૯ કરી હતી. આ આલ્બમ હિટ થયા બાદ તેને બોલીવૂડ માંથી અનેક ઓફરો આવવા લાગી. ત્યારબાદ કેકેએ ક્યારે પાછુ વળીને જોયું નથી. કેકેએ ન માત્ર હિન્દી ગીતો પરંતુ તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ, ગુજરાતી અને બંગાળી ભાષામાં ગીતો ગાયા છે તેને 200થી વધારે ગીતોમાં પોતાનું સુર પૂર્યું છે. આ ઉપરાંત ફિલ્મી ગીતો ગાયા પહેલા લગભગ 3500 જિંગલ્સ પણ ગાયેલી છે

‘હમ દિલ દે ચૂકે સનમ’થી લોકપ્રિય
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું ગીત ‘તડપ તડપ કે ઇસ દિલ સે..’ કેકેએ ગાયું હતું. આ ગીત પછી કેકેએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ ગીતથી તેઓ લોકપ્રિય થયા હતા. તેમણે ‘માચિસ’ના ગીત ‘છોડ આયે હમ વો ગલિયાં’માં કેટલીક પંક્તિઓ ગાઈ હતી. પછી તેમણે ‘યારો દોસ્તી’, ‘પ્યાર કે પલ’ જેવા ગીતો ગાયા હતા.

Back to top button