એજ્યુકેશનગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

ધો.12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દીની તક અંગે જાણો

Text To Speech

ધોરણ 12 સાયન્સના ‘એ’ તથા ‘બી’ ગ્રૂપનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. લગભગ 26 હજારની અસપાસ ‘એ’ ગ્રૂપના વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 65 હજારથી વધુ એન્જિનિયરિંગની બેઠકો ઉપલ્બધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણનો પ્રશ્ન છે કે કઈ યુનિવર્સિટીમાં, કઈ કોલેજમાં, કઈ બ્રાંચમાં એડમિશન લેવું ? આ વર્ષે પણ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તરફ વિદ્યાર્થીઓનો ધસારો રહેશે. નિશ્ચિત પ્લેસમેન્ટ, ઉંચું પેકેજ, વર્ક ફ્રોમ હોમ, વ્હાઈટ કોલર જોબ, ઓફિસ વર્ક વગેરેને કારણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તથા આઈ.ટી. તરફ વિદ્યાર્થી તથા વાલીઓનો ઝુકાવ રહેશે. કમ્પ્યુટર, આઈટીમાં અભ્યાસ માટે મેથ્સ ખૂબ સારું હોવું જરૂરી છે. ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ સ્પાર્ક જોવા મળી રહ્યો છે. ટૂકમાં આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ તથા વાલીઓની પસંદગી અનુક્રમે કમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, બાયોટેક્નોલોજી, સિવિલ, કેમિકલ ઈ.સી, ઈલેક્ટ્રિકલ રેહેશે. ઓટોમોબાઈલમાં 80% ટકા પાર્ટસ રાજકોટમાં બને છે. ઈલેક્ટ્રિક વ્હીકલ માટે પણ મિકેનિકલ એન્જિનિયરોની જરૂર પડશે.

કેમિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઇજનેરી આ રીતે ઉપયોગી
રિલાયન્સ, એસ્સાર જામનગરમાં હોવાને કારણે તથા અંકલેશ્વર-સુરત બાજુ કેમિકલની મોટી ઈન્ડસ્ટ્રી હોવાને કારણે કેમિકલ એન્જિનિયરિંગમાં પણ તકો ઉપલબ્ધ છે. ઉદ્યોગ જગતને તમામ બ્રાંચના સારા એન્જિનિયરોની જરૂર છે. કમ્પ્યુટર-આઈટીના સમન્વયરૂપ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ઈલેક્ટ્રોનિકસ તથા સોફ્ટવેરના સમન્વયને કારણે ઈસરો, પીઆરએલ, આઈપીઆર જેવી કંપનીઓમાં ઉજ્જળ ભવિષ્ય છે. એન્જિનિયરિંગની મૂળભૂત બ્રાંચ એટલે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ અને કેમિકલ, પાવર સપ્લાય સિસ્ટમ, ઈલેક્ટ્રિકલ વ્હિકલ, સોલાર સિસ્ટમ, રીન્યેબલ એનર્જી તથા સમગ્ર વિશ્વમાં જ્યારે એનર્જી વિના એક ડગલું પણ માંડી શકાય નહીં ત્યારે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સરકારની ઈલેક્ટ્રોનિકસ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગ માટે 76000 કરોડના ફંડની જોગવાઈ કરી છે તે ઉપરાંત 5-જી ટેક્નોલોજીને કારણે પણ આ બ્રાન્ચને ખુબ જ વેગ મળશે.

કોરોનામાં બાયોટેક્નોલોજીની ઉપયોગીતા સાબીત થઈ
સૌથી અગત્યની વાત છે કે, બાયોટેક્નોલોજી એન્જિનિયરિંગની ઉપયોગીતા કોરોનાએ સાબીત કરી છે. કમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ સમકક્ષ બાયોટેક્નોલોજીમાં ઉજ્જવળ ભવિષ્યની તકો છે. એબી ગ્રૂપના તમામ વિદ્યાર્થીઓ બાયોટેક્નોલોજી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે.

Back to top button