ફૂડહેલ્થ

દુબળા પાતળા લોકો આ પાંચ રીતે ચોખા ખાઈ વધારી શકે છે વજન

Text To Speech

ગુજરાતી પરિવારોમાં દાળ ભાત, ખીચડી બનવી સામાન્ય છે. મોટાભાગના ઘરોમાં દરરોજ અથવા અઠવાડિયે ચોખાની કોઈને કોઈ વાનગી બને જ છે. ચોખામાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે વજન ઓછું કરવા માંગતા લોકોને ચોખાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ વજન વધારવા માંગતા લોકોએ તો ખોરાકમાં ચોખા સામેલ કરવા જ જોઈએ. એક કપ ચોખામાં લગભગ 200 કેલરી હોય છે, તેમજ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. ઉચ્ચ કેલરી અને કાર્બ્સનું સંયોજન તમને વજન વધારવામાં મદદ કરી શકે છે. આ વાત મોટાભાગના લોકો જાણે છે. પરંતુ તંદુરસ્ત વજન વધારવા માટે ચોખા યોગ્ય રીતે ખાવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ભાતમાં શાકભાજી, પનીર કે અડદની દાળ ખાઈ મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી તમને કેલરી, કાર્બ્સ તેમજ પ્રોટીન અને અન્ય વિટામિન્સ પણ મળશે. આજે અહીં વજન વધારવા ચોખાનો ઉપયોગ કઈ રીતે કરવો? તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

દાળભાત : દાળભાત ખાવાથી વજન વધારવામાં સરળતા રહે છે. દાળભાતમાં કેલરી અને કાર્બ્સ તો મળે જ છે, સાથે તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ સારું હોય છે. તમે ભાતમાં દાળ મિક્સ કરીને ખાઈ શકો છો. આ માટે થાળીમાં ભાત લઈ ઉપર દાળ ઉમેરો. દાળ અને ભાત ખાવાથી તમને વિટામિન પણ મળશે. દાળ-ભાત નિયમિત ખાવાથી વજન વધારવામાં મદદ મળી શકે છે.

ખીચડી : મોટાભાગના ઘરોમાં રાત્રી ભોજનમાં ખીચડી ખવાય છે. ખીચડીને વજન ઓછું કરવામાં તો ફાયદાકારક માનવામાં આવે જ છે, સાથે તે વજન વધારવાનું કામ પણ કરી શકે છે. ખીચડી સરળતાથી પચી જાય છે. આવી સ્થિતિમાં તમને ખીચડી ખાધા પછી ભૂખ લાગી શકે છે. ખીચડીમાં અડદની દાળ વધુ પ્રમાણમાં ઉમેરો. તમે ખીચડીમાં મગની દાળ ઉમેરી શકો છો. વજન વધારવા માટે તમે ખીચડીને રાયતા, અથાણાં, ઘી અને સલાડ સાથે ખાઈ શકો છો. જો તમને ખીચડી ન ગમતી હોય તો ભાતને પુલાવ તરીકે પણ ખાઈ શકાય છે.

બીરયાની : બીરયાની વજન વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તમે બીરયાનીમાં વધુ શાકભાજી ઉમેરી શકો છો. નોન-વેજ બીરયાની વજન વધારવા માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. વજન વધારવા માટે તમે હોમમેડ બીરયાની ખાઇ શકો છો.

ખીર : ચોખાની ખીર વજન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ચોખાની ખીર બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરો. ઉપરાંત તેમાં બદામ, કિશમિશ અને કાજુ વગેરે ઉમેરો. આનાથી તમને ચોખાની ખીરમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો, કેલરી અને કાર્બ્સ મળશે. વજન વધારવા માટે તમે અઠવાડિયામાં 3-4 દિવસ ભાતની ખીર ખાઈ શકો છો.

માછલી અને ભાત : માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વજન વધારવા માંગતા લોકો ફિશ અને રાઇસ એકસાથે ખાઈ શકે છે. માછલીમાં એમિનો એસિડ 3 હોય છે, જે ચરબી વધારવામાં મદદ કરે છે. સૈલ્મોન માછલી વજન વધારવામાં મદદ કરી શકે છે

Back to top button