પાલનપુરના MLA મહેશ પટેલ વિરુદ્ધ પાલનપુરી ભાષામાં પત્રિકા વાયરલ, રોડ શોમાં લોકોએ ઠાલવ્યો રોષ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ના પ્રચાર દરમિયાન અલગ- અલગ રંગ જોવા મળ્યા છે. જેમાં કોઈક વિસ્તારમાં ઉમેદવારનો ફુલ થી સ્વાગત કરાય છે. તો કોઈ વિસ્તારમાં ઉમેદવાર સામે મતદારો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્ય 10 વર્ષથી એટલે કે બે ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. આ વખતે કોંગ્રેસ પક્ષે તેમને ત્રીજી વાર પાલનપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જોકે તેઓ એક વેપારી અને સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે અને પૂર્વ કૃષિ મંત્રી એ. કે. પટેલના પુત્ર છે. જેઓનો પાલનપુર મત વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. ત્યારે મતદારો પાસે હાથ જોડીને તેમને મત માગતા કેટલાક મતદારો રોષે ભરાયા હતા. અને તેમના વિસ્તારના ખખડધજ માર્ગો બતાવીને કેવો વિકાસ કર્યો છે? તેની ફરિયાદ કરી રહ્યા હતા. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે. જોકે આ વીડિયોની હમ દેખેંગે ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
ધારાસભ્યને સંભળાવી દીધુ…દસ વર્ષે વોટ લેવા આવ્યા..
આવી જ એક પત્રિકા પણ મુસ્લિમ વિસ્તારમાં વિકાસ કામો અને રોડ રસ્તાના કામોને લઈને પાલનપુરી ભાષામાં વાયરલ થઈ છે. જેમાં જણાવ્યું છે કે, “પાલનપુર વિસ્તાર કે કોંગ્રેસ કે ઉમેદવાર મહેશ પટેલ છેલ્લે દસ વર્ષોસી મુસ્લિમ મતોસી જીતતે આયે હૈ. ફિરભી આજ દિન સુધી ઈનોને અપણે પૂરે મુસ્લિમ વિસ્તારને વિકાસ કે કોઈ ભી કોમ કરે ની હૈ. ઇસ લિયે હમે સી ઇન કો અપણે વિસ્તારને વોટ મોગણી કે લિયે આવણે મત દેના”
આ પણ વાંચો : બનાસકાંઠા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, ચૂંટણી સ્ટાફ મત વિસ્તારમાં જવા રવાના
આ પત્રિકા પાલનપુરી ભાષામાં વાયરલ થઈ રહી છે. જેમાં ચૂંટાયેલા પાલનપુર નગરપાલિકાના મુસ્લિમ વિસ્તારના આઠ સદસ્ય સામે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે આ વિડીયો અને પત્રિકા બંનેની ‘હમ દેખેંગે’ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વિડીયો અને પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં લોકો નારાજગી સાથે રોષ વ્યક્ત કરે છે