ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુનાઈત છબી ધરાવતા નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે: અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી

Text To Speech
  • રાજકારણનું વધતું અપરાધીકરણ ખતરનાક છે: હાઇકોર્ટ 

ઉત્તર પ્રદેશ, 29 એપ્રિલ: અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી લડતા અને ગુનાઈત ઈમેજ ધરાવતા ઉમેદવારો પર મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે, જો ગુનાઈત ઈમેજ ધરાવતા લોકો ચૂંટાય છે તો તેનાથી લોકતાંત્રિક વ્યવસ્થાને ખતરો પડી શકે છે. રાજકારણનું વધતું અપરાધીકરણ ખતરનાક છે. હાઇકોર્ટે અપહરણ અને ખંડણી કેસમાં પૂર્વ સાંસદ ધનંજય સિંહને જામીન આપતાં આ વાત કહી છે.

જસ્ટિસ સંજય કુમાર સિંહે પૂર્વ સાંસદ ધનંજય સિંહની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે કારણ કે તેમને ચૂંટણી જીતવા માટે ગુનો કરવામાં કોઈ વાંધો નથી. જ્યારે લાંબા ગુનાઈત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાશાસ્ત્રીઓ બને છે, ત્યારે તેઓ લોકશાહી પ્રણાલી માટે ગંભીર ખતરો ઊભો કરે છે.

અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે નિર્ણયને આગામી સુનાવણી સુધી સુરક્ષિત રાખ્યો

હાઈકોર્ટે કહ્યું કે, ‘જ્યારે આવા ગુનેગારો નેતાનો વેશ ધારણ કરે છે અને સમગ્ર વ્યવસ્થાની મજાક ઉડાવે છે ત્યારે આપણી લોકશાહીનું ભવિષ્ય જોખમમાં મુકાઇ છે. રાજકારણનું વધતું અપરાધીકરણ ખતરનાક છે અને વધતા ભ્રષ્ટાચારની સાથે તે આપણા લોકતાંત્રિક રાજનીતિને પણ પોકળ કરે છે. જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું કે, “કેસના આ તથ્યોને ધ્યાનમાં લેતા કે, અપીલકર્તા ધનંજય સિંહને સાક્ષીઓના વિરોધી થવાના કારણે 28 ફોજદારી કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ 10 ફોજદારી કેસ હજુ પણ પેન્ડિંગ છે, મને એવો કોઈ યોગ્ય આધાર કે ખાસ કારણ નથી મળી રહ્યું કે જેના થકી નીચલી અદાલતના સજાના નિર્ણય પર રોક લગાવી જોઈએ.”

પૂર્વ સાંસદ ધનંજય સિંહ અને તેમના ભાગીદાર સંતોષ વિક્રમ સિંહે જૌનપુર કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજીની સુનાવણી બાદ જસ્ટિસ સિંહે 24 એપ્રિલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ પણ જુઓ: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના

Back to top button