ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં નેતાઓ સુરક્ષિત : હવે આ મંત્રીઓને નહીં મળે સુરક્ષા ?

Text To Speech

રાજ્ય સરકારે પોતાનું ખર્ચનું ભારણ ઓછું કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. એક તરફ નેતાઓ માટે નવા મકાનની વ્યવસ્થા કરી છે તો બીજી તરફ પૂર્વ નેતાઓ અને મંત્રીઓ લોકોની વચ્ચે સીધો સંવાદ સ્થાપી શકે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ 14 મંત્રીઓ અને અને અન્ય 10 રૂપાણી સરકારમાં સત્તા પર રહેલા મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં જ બજેટ દરમિયાન રાજ્ય સરકારે નેતાઓને કોમન મેન તરીકે રહે તેના માટે કાર્યક્રમ શરૂ કર્યો છે. હવેથી રાજ્યના 24 જેટલા પૂર્વ મંત્રીઓને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, એસઆરપીએફમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે.

Gujarat Legislative Assembly
Gujarat Legislative Assembly

આ નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી

અગાઉ સત્તામાં રહેલા મંત્રીઓના નામ ભાજપે એક જ ઝટકે કાપી નાખ્યા હતા, ત્યારે પણ કોઈ વિરોધ થયો ન હતો. આ વખતે એક જ ઝટકે પૂર્ણ મંત્રીઓને મળી રહેલી સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. તેમાં હવે રાજેન્દ્ર ત્રિમવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયાને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 : 3.1 લાખ કરોડના બજેટમાં જાણો કોણે શું મળ્યું ?

પૂર્વ અધિકારઓને પણ ન મળે સુરક્ષા

આ સાથે જ રાજ્યના પૂર્વ પદાધિકારીઓની સુરક્ષા પણ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડૉ નિમાબેન આચાર્ય, પંકજ દેસાઈ, દુષ્યંત પટેલ, રમેશ કટારા, આર સી પટેલ, શંભુજી ઠાકોરની સુરક્ષા પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290 માંથી 96 ની સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.

Back to top button