નેશનલ

કાશ્મીરમાં ફરી ભયનો માહોલ નેતાઓ, અધિકારીઓ અને પ્રવાસીઓ બની શકે છે નિશાન

ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર માટે સુરક્ષા દળોને સચેત કરી દીધા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ઘાટીને હચમચાવી નાખવાનું ષડયંત્ર કરી રહ્યું છે. ગુપ્ત ઈનપુટ બાદ નાપાક ઈરાદાઓનો પર્દાફાશ થયો છે. આ આતંકવાદીઓનું નિશાન રાજકારણીઓ, બિન-સ્થાનિક અને ભૂતપૂર્વ સૈનિકો છે. તેઓ ટાર્ગેટ કિલિંગ દ્વારા તેમની હત્યા કરવા માંગે છે જેથી અહીં અરાજકતાનું વાતાવરણ સર્જાય. થોડા દિવસો પહેલા શૌર્ય દિવસના અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરના બડગામ પહોંચ્યા હતા અને અહીં પણ તેમણે પાકિસ્તાન પર સીધુ નિશાન સાધ્યું હતું.

આતંકવાદીઓની હલચલ
થોડા દિવસ પહેલા આ ત્રણ આતંકવાદીઓની હલચલ પર પણ નજર રાખવામાં આવી હતી. ઈન્ટેલિજન્સ એલર્ટ અનુસાર, આ લશ્કરના આતંકવાદીઓના નિશાના પર નેતાઓ, જમ્મુ-કાશ્મીરની બહાર રહેતા લોકો અને ભૂતપૂર્વ સૈનિકો છે. આતંકવાદીઓ હુમલો કરવા માટે હેન્ડ ગ્રેનેડ અથવા IEDનો ઉપયોગ કરી શકે છે. ઈન્ટેલિજન્સ એલર્ટમાં તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં સેના એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ બે એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ સિવાય ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ આતંકીઓ ફિદાયીન હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી? હવામાન વિભાગ અને નિષ્ણાંતે કરી આ આગાહી

ખીણમાં એન્કાઉન્ટર
આ વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસના ADGP વિજય કુમારે કહ્યું છે કે રાજ્યમાં આતંકવાદીઓ સાથે બે અલગ-અલગ એન્કાઉન્ટર થયા છે. પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગમાં થયું હતું. અનંતનાગના બિજબેહારા વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ આતંકી પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
ADGPએ જણાવ્યું છે કે બીજી એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના અવંતીપોરાના ખાંડીપોરા વિસ્તારમાં થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક વિદેશી અને એક સ્થાનિક હતો. સ્થાનિક આતંકવાદીની ઓળખ મુખ્તાર ભટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર તે રાજ્યમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તે CRPFના ASI અને RPFના બે કર્મચારીઓની હત્યામાં પણ સામેલ હતો.

Back to top button